દેશમાં કોરોના વાઈરસ રોગચાળાની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના દર્દી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને સક્રિય કેસોની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા સાત મહિનામાં પહેલીવાર કોરોના ચેપના સક્રિય કેસોમાં 2 લાખનો ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 15,223 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના વાઈરસના કારણે 151 લોકોનાં મોત નીપજ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઈરસના અત્યાર સુધી કુલ 1 કરોડ 6 લાખ 10 હજાર 883 કેસ સામે આવી ચૂક્યા છે. જોકે એમાંથી 1.02 કરોડ રૂપિયાથી વધારે લોકો સાજા થઈ ગયા છે. તાજા આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 65 હજાર 706 લોકો કોરોનાથી સાજા થયા છે. ભારતમાં કોરોના વાઈરસના સક્રિય કેસની વાત કરીએ તો હવે 1 લાખ 92 હજાર 308 એક્ટિવ કેસ બાકી છે. દેશમાં કોરોનાના કારણ અત્યાર સુધી 1 લાખ 52 હજાર 869 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
એક્ટિવ દર ઘટ્યો
દેશમાં કોરોના વાઈરસનો એક્ટિવ દર ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાના 4893 સક્રિય કેસ ઓછા થયા છે. એનાથી એક્ટિવ દર 1.81 ટકા રહી ગયો છે. એ જ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19,965 લોકો સાજા થયા છે, જેનાથી મળીને રિકવરી દર 96.75 ટકા થઈ ગયો છે. દેશનો કોરોના મૃત્યુ દર હાલમાં 1.44% છે.
દેશમાં અત્યાર સુધી લગભગ 19 કરોડ ટેસ્ટ
દેશમાં કોરોનાની તપાસનો આંકડો પણ વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીને 19 કરોડ સેમ્પલોની કોરોના તપાસ કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ndian Council of Medical Research) ICMR તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશનમાં બુધવારે એટલેકે 20 જાન્યુઆરી 2021 સુધી 18,93,47,782 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે, જેમાંથી 7,80,835 ટેસ્ટ કાલે કરાવામાં આવ્યા છે.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTઇસરોએ અમેઝૉનિયા સહિત ૧૮ સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાં
1st March, 2021 12:31 ISTલાલ કિલ્લાની હિંસા બીજેપીનું ષડયંત્ર : કેજરીવાલનો આક્ષેપ
1st March, 2021 12:28 ISTકોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ
1st March, 2021 12:24 IST