India Coronavirus Updates, દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોના નવા ફક્ત 13 હજાર કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલાયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,823 નવા કેસ સામે આવ્યા છે. આ સમય દરમિયાન 162 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ સાડા 96 ટકાથી અધિક થઈ ચૂક્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી 1 કરોડ 5 લાખ 95 હજાર 660 કેસ સામે આવી ચૂક્યા છે. જોકે એમાંથી 1.02 કરોડ લોકો સાજા થઈ ગયેલા દર્દીઓની કુલ સખ્યા 1 કરોડ 2 લાખ 45 હજાર 741 થઈ ચૂકી છે. દેશમાં કોરોના વાઈરસના હાલ 1 લાખ 97 હજાર 201 એક્ટિવ કેસ બચ્યા છે. દેશમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી કુલ 1 લાખ 52 હજાર 718 લોકોના મોત નીપજ્યાં છે.
એક્ટિવ કેસ 2 લાખથી થયા ઓછા
દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસ 2 લાખ કરતા પણ ઓછા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના 3327 એક્ટિવ કેસ ઓછા થયા છે. આનાથી એક્ટિવ દર 1.86 ટકા રહી ગયો છે. દેશમાં કોરોના સંક્રમણથી 24 કલાકમાં 16,988 લોકો સાજા થયા છે. એનાથી રિકવરી દર 96.70 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દક 1.44 ટકા છે.
દેશમાં 18.80 કરોડથી વધારે ટેસ્ટ
દેશમાં કોરોના તપાસની સંખ્યા પણ આગળ વધી રહી છે. દેશમાં 18.80 કરોડથી વધારે સેમ્પલોની કોરોના તપાસ કરવામાં આવી છે. ઈન્ડિયા કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research), ICMR તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં મંગળવારે એટલે 19 જાન્યુઆરી સુધી 18,85,66,947 સેમ્પલોની તપાસ થઈ ચૂકી છે, જેમાંથી 7,64,120 ટેસ્ટ કાલે કરવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધી સાડા 6 લાખથી વધુ રસીકરણ
દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધી 6 લાખ 74 હજાર 835 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 2 લાખ 20 હજાર 789 લોકોને રસી આપવામાં આવી છે.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTઇસરોએ અમેઝૉનિયા સહિત ૧૮ સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાં
1st March, 2021 12:31 ISTલાલ કિલ્લાની હિંસા બીજેપીનું ષડયંત્ર : કેજરીવાલનો આક્ષેપ
1st March, 2021 12:28 ISTકોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ
1st March, 2021 12:24 IST