રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ હોવાથી મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે લૉકડાઉનના નિયંત્રણો 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવ્યા છે. છેલ્લા અમૂક મહિનાઓથી રાજ્ય સરકારે લૉકડાઉનના નિયમો હળવા કર્યા હતા.
સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સમયાંતરે ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરતી રહેશે. ‘મિશન બિગીન અગેઈન’ના ભાગરૂપ અમૂક છૂટછાટો આપવામાં આવી શકે છે.
આ પણ વાચોઃ માસ્કલેસ મુંબઈ- સેકેન્ડ વેવ? એ વળી શું?
આ અઠવાડિયા રાજ્યના અમૂક ભાગમાં નવમાંથી બારમાં ધોરણની સ્કૂલો શરૂ થઈ હતી. તેમ જ હૉટેલ અને બાર પણ ખુલ્યા છે.
રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો કોવિડ-19ના રોગને કાબૂમાં લેવા માટે રાત્રિ કરફ્યુ જેવા સ્થાનિક પ્રતિબંધો લાદી શકે છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારમાં લૉકડાઉન લાગુ કરતાં પહેલાં કેન્દ્ર સાથે ચર્ચા કરવી આવશ્યક છે એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું. આ કન્ટેનમેન્ટ સ્ટ્રૅટેજી દ્વારા સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એસઓપી તથા માર્ગદર્શિકાના કડકપણે પાલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો કોવિડ-19ના પ્રસારની તેમની આકારણીના આધારે રાત્રિ કરફ્યુ જેવા સ્થાનિક પ્રતિબંધો લાગુ કરી શકે છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનની બહાર રાજ્ય, જિલ્લા, પેટા વિભાગ, શહેરના સ્તર પર કેન્દ્ર સરકારની સલાહ તેમ જ પરવાનગી લીધા વિના લૉકડાઉન લાગુ કરી શકાશે નહીં એમ આ માર્ગદર્શિકામાં જણાવાયું છે. આ માર્ગદર્શિકા પહેલી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી અમલી રહેશે.
ખેડૂતોના વિશાળ આંદોલનમાં શિવસેના કેમ સામેલ ન થઈ?
26th January, 2021 09:28 IST૫૦,૦૦૦ ખેડૂતોની કાલે રાજભવન કૂચ
25th January, 2021 08:16 ISTમહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં ચૂક, ઠાકરેની સહીની ફાઇલ સાથે થઈ છેડછાડ
24th January, 2021 13:03 ISTમુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, બીજેપી-એમએનએસનું એક જ લક્ષ્ય ધનુષ્યબાણ
24th January, 2021 09:59 IST