મુંબઈમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લેતા

Published: 19th October, 2020 10:22 IST | Mumbai Correspondent | Mumbai

ઑગસ્ટ જેટલા જ ઑક્ટોબરના ૧૫ દિવસમાં કેસ નોંધાયા

ગોરેગામના ગોકુલધામમાં આવેલા ઍન્ટિજન ટેસ્ટિંગ કૅમ્પમાં કોરોના ટેસ્ટ કરાવી રહેલા દૂરદર્શન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ. તસવીર : સતેજ શિંદે
ગોરેગામના ગોકુલધામમાં આવેલા ઍન્ટિજન ટેસ્ટિંગ કૅમ્પમાં કોરોના ટેસ્ટ કરાવી રહેલા દૂરદર્શન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ. તસવીર : સતેજ શિંદે

મુંબઈમાં કોરોનાની સંખ્યામાં ઘટાડો આવવાની કોઈ સંભાવના જોવા નથી મળી રહી અને એ વાતની સાબિતી ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં ૧૫ દિવસમાં મળી ગઈ છે. પહેલી ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર સુધી શહેરમાં ૩૧,૦૫૪ કોરોનાના દાખલા જોવા મળ્યા છે. આ આંકડા ઑગસ્ટ અને અડધા સપ્ટેમ્બર મહિનાના આંકડા જેટલા છે.

ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં શહેરમાં અનુક્રમે ૩૧,૫૧૮ અને ૬૦,૫૪૭ કોરોનાના કેસ જોવા મળ્યા હતા. આ બન્ને મહિનાઓમાં મરણાંક અનુક્રમે ૧૩૦૫ અને ૧૨૭૯ નોંધાયો હતો. ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં ૧૫ દિવસમાં કોરોનાથી ૬૬૬ લોકોનાં મૃત્યુ થયાં છે. શહેરમાં દિવસે અંદાજે ૨૦૦૦ જેટલા કેસ જોવા મળી રહ્યા છે. આ પંદર દિવસમાં ટેસ્ટ પૉઝિટિવ રેટ ૧૬ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં આ ટકાવારી ૧૭ ટકા રહી હતી.

બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'શહેરમાં ટકાવારીના આધારે કોરોના દરદીઓની સંખ્યા નથી હોતી એ સારી વાત છે. શહેરના નાગરિકોએ એકબીજાથી અંતર બનાવીને પ્રવાસ કરવો જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ.'

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK