અમેરિકામાં કોરોનાનો હાહાકાર : મૃત્યુ આંક પાંચ લાખ પર પહોંચ્યો

Published: 23rd February, 2021 10:47 IST | Agency | Washington

કોરોના વાઇરસ મહામારીનો માર ઝીલી રહેલા અમેરિકામાં મોતનો આંકડો ભયાનક થઈ રહ્યો છે. રવિવારે અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા પાંચ લાખની નજીક ૪,૯૮,૦૦૦ પર પહોંચી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ મહામારીનો માર ઝીલી રહેલા અમેરિકામાં મોતનો આંકડો ભયાનક થઈ રહ્યો છે. રવિવારે અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા પાંચ લાખની નજીક ૪,૯૮,૦૦૦ પર પહોંચી ગઈ છે. આ આંકડો જૉન હૉપકિન્સ યુનિવર્સિટીની તરફથી એકત્ર કરાયો છે. મૃતકોની સંખ્યા કેન્સસ, મિસૂરી અને ઍટલાન્ટાની વસ્તી બરાબર છે.

આ આંકડામાં ૨૦૧૯માં શ્વાસ સંબંધિત તકલીફો, સ્ટ્રોક, અલ્જાઇમર, ફ્લુ અને ન્યુમોનિયા જેવી બીમારીઓથી મૃતકોની સંખ્યાનો પણ આંકડો સામેલ છે.

અમેરિકાના ટોચના ડૉક્ટર ડૉ. ઍન્થની ફાઉસીએ કહ્યું કે ‘અમેરિકામાં છેલ્લાં ૧૦૨ વર્ષમાં ક્યારેય આવું બન્યું નથી. ૧૯૧૮ની સાલમાં આવેલી મહામારીમાં પણ લોકોના જીવ ગયા હતા, પરંતુ આ દોર ખૂબ જ ભયાનક છે. ૧૯ જાન્યુઆરીએ અમેરિકામાં કોરોનાથી મૃતકોની સંખ્યા ચાર લાખ થઈ ગઈ હતી. અમેરિકાના હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં કોરોનાની વિરુદ્ધ સાચી લડાઈ લડી શક્યા નહીં. કોરોનાના કેસ વધવાનાં કારણોમાં પણ આ એક મુખ્ય કારણ છે.’

એક એજન્સીના મતે અમેરિકામાં કોરોનાથી સૌથી પહેલાં મોતના કેસ ફેબ્રુઆરી ૨૦૨૦માં સામે આવ્યા હતા. આ મૃત્યુ સેન્ટા ક્લારા, કાઉન્ટી અને કૅલિફૉર્નિયામાં થયાં હતાં. ચાર મહિનામાં મોતનો આંકડો એક લાખ થઈ ગયો હતો. સપ્ટેમ્બરમાં અહીં કોરોનાથી મૃતકોની સંખ્યા બે લાખ થઈ ગઈ હતી. ડિસેમ્બરમાં ત્રણ લાખ અને એના પછીના બે મહિનામાં આ આંકડો ત્રણ લાખથી ચાર લાખ થઈ ગયો અને પછી આંકડો પાંચ લાખ સુધી પહોંચી ગયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK