કોરોનાની સારવારમાં વધુ ચાર્જ વસૂલતી હૉસ્પિટલોનું સરપ્રાઇઝ ચેકિંગ કરાશે

Published: Aug 09, 2020, 11:51 IST | Mumbai correspondent | Mumbai

આરોગ્ય વિભાગની ટીમ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ગમે ત્યારે જઈને બિલ તપાસશે : વધુ બિલ લેવાતા હશે તો કાર્યવાહી કરવાનો અપાયો આદેશ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોનાના પેશન્ટનો આંકડો પાંચ લાખ નજીક પહોંચ્યો છે ત્યારે રાજ્યભરમાં સરકારી તેમ જ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લઈ રહ્યા છે. સરકારી હૉસ્પિટલોમાં તો ફ્રીમાં ટ્રીટમેન્ટ અપાય છે, પરંતુ કેટલીક પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સરકારે નક્કી કરેલા ચાર્જ કરતાં વધારે બિલ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ મળી રહી હોવાથી આરોગ્ય વિભાગે આવી હૉસ્પિટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટેની ટીમો બનાવવાનો આદેશ શુક્રવારે તમામ કલેક્ટર, પાલિકા કમિશનરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓને આપ્યો હતો. આથી ટૂંક સમયમાં જે હૉસ્પિટલોમાં નક્કી કરાયેલા ચાર્જથી વધારે રૂપિયા લેવામાં આવશે એવી હૉસ્પિટલો સામે કાર્યવાહી શરૂ થવાથી સામાન્ય નાગરિકોને રાહત મળશે.

કોરોના સામેની લડતમાં ડૉક્ટરો, નર્સ અને હૉસ્પિટલો ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યાં છે. જોકે મેડિકલ ફિલ્ડના કેટલાક લોકો આ કામમાં સહયોગ ન આપી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય સરકારે ૨૧ મેએ આદેશ બહાર પાડ્યો હતો, જેમાં જો તેઓ હડતાળ પર જશે તો તેમની સામે એસેન્સિયલ સર્વિસ કાયદા (મેસ્મા)હેઠળ કાર્યવાહી કરવાનું કહેવાયું છે.

રાજ્ય સરકારે પ્રાઇવેટ હૉસ્પિટલો માટેના કોવિડના પેશન્ટ પાસેથી એક દિવસના ૪ હજાર, ૭.૫ હજાર અને ૯ હજાર એવા ચાર્જ નક્કી કર્યા છે. આની સામે કેટલીક હૉસ્પિટલો દરરોજ ૫૦ હજાર જેટલું બિલ બનાવતી હોવાની ફરિયાદો મળી રહી હોવાથી તેની તપાસ કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોરોનાના દરદીઓ પાસે કેટલીક હૉસ્પિટલોમાં ૫થી ૨૫ લાખ રૂપિયા સુધીના બિલ વસૂલાતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી ડૉ. નાગેશ સોનકાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેટલીક પ્રાઇવેટ હૉસ્પિટલો દ્વારા ફિક્સ કરાયેલા ચાર્જથી વધુ બિલ કોવિડના પેશન્ટો પાસેથી વસૂલાતા હોવાની ફરિયાદો મળ્યા બાદ આરોગ્ય વિભાગે આવી હૉસ્પિટલોની તપાસ કરીને કાર્યવાહી કરવા બાબતનો આદેશ ૨૧ મેએ બહાર પાડ્યો હતો. જોકે એની અમલબજાવણી ન થતી હોવાનું ધ્યાનમાં આવતા હવે રાજ્યના કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનરોને તેમના ક્ષેત્રમાં આરોગ્ય વિભાગની એક ટીમ બનાવીને પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને બિલ તપાસવાનું કહેવામાં આવ્યું છે. કોઈ હૉસ્પિટલ વધારે ચાર્જ લેતી હોવાનું જણાશે તો તેની સામે કાર્યવાહી કરાશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK