કેરલામાં કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કર્ણાટકમાં પણ કોરોના બ્લાસ્ટ જોવા મળ્યો છે. અહીં એક કૉલેજના ૪૦ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક અપાર્ટમેન્ટમાં એકસાથે ૧૦૩ લોકો કોરોના સંક્રમિત થયા છે. બૅન્ગલોરની મંજુશ્રી કૉલેજ ઑફ નર્સિંગના ૨૧૦ વિદ્યાર્થીઓમાંથી ૪૦ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જેમાંથી ૧૮ વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઇસોલેશનમાં રખાયા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ કેરલાના છે. આ બાજુ બૅન્ગલોરના જ બોમનહલ્લીમાં એસએનએન રાજ લૅક-વ્યુ અપાર્ટમેન્ટના ૧૦૩ લોકો કોરોના સંક્રમિત મળી આવતાં હડકંપ મચી ગયો છે. હાલમાં જ આ અપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી અને ત્યારબાદ આ લોકોની કોરોના તપાસ કરાઈ, જેમાં આટલા મોટા પાયે લોકો કોરોના સંક્રમિત થયા છે.
ગ્રેટા થનબર્ગની ટૂલકિટ મામલે દિલ્હી પોલીસે ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ દિશા રવિની કરી ધરપકડ
15th February, 2021 14:33 ISTબેંગ્લોરમાં પ્રાઈવેટ નર્સિંગ કૉલેજના 40 વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ
14th February, 2021 17:16 ISTકોઇપણ પુરુષ વગર ચાર મહિલા પાઇલટની ટીમે બૅંગલુરૂમાં સફળતાથી કરી લૅન્ડિંગ
11th January, 2021 10:50 ISTબૅન્ગલોર અને ચેન્નઈનો રહેવા માટે દેશનાં સૌથી સસ્તાં શહેરોમાં સમાવેશ
21st November, 2020 11:28 IST