સુરતમાં સગીરા સાથે કૌટુંબિક ભાઈએ આચર્યું દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Dirgha media news agency | Jan 09, 2019, 14:20 IST

સુરતમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. સગીરાના કૌટુંબિક ભાઈએ જ દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાં સગીરા સાથે કૌટુંબિક ભાઈએ આચર્યું દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ(પ્રતિકાત્મક તસવીર)

સુરતના પલસાણા વિસ્તારમાં પરિવારને જ સભ્યએ સગીરા પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. 14 વર્ષની સગીરા સાથે બે કૌટુંબિક ભાઈઓએ શારીરિક છેડછાડ કરી. જેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દુષ્કર્મ બાદ સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી. સગીરાના પાંચ માસનો ગર્ભ છે જેની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેના બે ભાઈઓમાંથી એક એ દુષ્કર્મ આચર્યું અને એક એ શારીરિક અડપલા કર્યા હતા. સગીરાએ કરેલા ચોંકાવનારા ખુલાસા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ જુનાગઢ: પિતાની નશાની આદતથી કંટાળ્યો હતો પુત્ર, કરી નાખી હત્યા

સંબંધીઓ દ્વારા બળાત્કારના કિસ્સાઓમાં વધારો
છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલા દુષ્કર્મના કિસ્સામાં જોવા મળી રહ્યું છે કે મોટા ભાગે જાણીતા વ્યક્તિ જ અપરાધી હોય છે. જેની સાથે વિશ્વાસનો સંબંધ હોય તેવા જ લોકો આવા અપરાધોને અંજામ આપે છે. જેથી માતા-પિતાએ સાવધ રહેવું ખુબ જ જરૂરી છે.

Tags

gujarat
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK