સાઇકલ ચોરાતાં માલિકે કાર વાપરી,કોર્ટે ચોર સામે ઇકોલૉજિકલ ક્રાઇમ નોંધ્યો

Published: Feb 07, 2020, 09:21 IST | Mumbai Desk

યુનિવર્સિટી ઑફ એક્સેટરના પ્રોફેસર કૅટરિયોના મૅક્‍કિનોને જણાવ્યું હતું કે ચોરને સજા કરવી ઉચિત છે, પરંતુ પર્યાવરણનો હવાલો આપવો યોગ્ય નથી.

૧.૧૪ કરોડની વસ્તી ધરાવતા બેલ્જિયમમાં ૯૦ ટકા લોકો પર્યાવરણના રક્ષણ અને આરોગ્ય જાળવવા માટે સાઇકલ ચલાવે છે. મોટરકાર જેવાં વાહનોને કારણે ફેલાતા પ્રદૂષણ પ્રત્યે સ્થાનિક લોકોમાં ઘણી જાગૃતિ છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ૨૦૧૮ના ઑક્ટોબરમાં સાઇકલની ચોરીના ગુનામાં એક ચોરને આશ્ચર્યજનક સજાનું ફરમાન અદાલતે કર્યું હતું. અદાલતે સાઇકલની ચોરીને ઇકોલૉજિકલ ક્રાઇમ ગણીને ચોરને ત્રણ વર્ષની કેદની સજાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે ‘સાઇકલ ચોરાઈ જતાં મારે મોટરકાર ચલાવવાની ફરજ પડી હતી અને એને કારણે વાયુ પ્રદૂષણ વધ્યું હતું. ૧૯૯૫થી ૨૦૧૯ સુધીના સમયગાળામાં ૪૪ વખત આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને ચોરીના આવા અનેક કેસમાં ૧૨ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે છતાં તેણે સાઇકલ ચોરવાનો ધંધો છોડ્યો નહોતો. આ વખતે તેને પર્યાવરણના નામે ગુનો નોંધીને સજા કરવાના અદાલતના પગલાથી આશ્ચર્ય ફેલાયું હતું. યુનિવર્સિટી ઑફ એક્સેટરના પ્રોફેસર કૅટરિયોના મૅક્‍કિનોને જણાવ્યું હતું કે ચોરને સજા કરવી ઉચિત છે, પરંતુ પર્યાવરણનો હવાલો આપવો યોગ્ય નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK