વેબસાઇટ્સને વાંધાજનક સામગ્રી દૂર કરવા માટે ૬ ફેબ્રુઆરીની ડેડલાઇન

Published: Dec 25, 2011, 04:59 IST

દિલ્હી ર્કોટે શુક્રવારે ફેસબુક, માઇક્રોસૉફ્ટ, ગૂગલ, યાહૂ અને યુટ્યુબ જેવી ૨૧ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ અને અન્ય વેબસાઇટ્સને ધર્મવિરોધી, સમાજવિરોધી તેમ જ વાંધાજનક સામગ્રી પ્રસિદ્ધ કરવા બદલ ભારતીય દંડસંહિતાની કલમ ૨૯૨ (વાંધાજનક સાહિત્યનું વેચાણ),

૨૯૩ (યુવાનોને વાંધાજનક સામગ્રીનું વેચાણ) અને ૧૨૦-બી (ક્રિમિનલ કાવતરું) અંતર્ગત ટ્રાયલનો સામનો કરવાના સમન્સ મોકલ્યા હતા અને હવે એમને આ વાંધાનજક સામગ્રી દૂર કરવા માટે દોઢ મહિના જેટલો એટલે કે ૬ ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.


મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સુદેશ કુમારે એક ખાનગી ક્રિમિનલ ફરિયાદના આધારે કેન્દ્રને ‘તાત્કાલિક યોગ્ય પગલાં’ લેવાનો તેમ જ ૧૩ જાન્યુઆરી સુધી આ વિષયક અહેવાલ ર્કોટમાં ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો. જજે વેબસાઇટ્સને તાકીદ કરી છે કે જો એ આ આદેશનું પાલન નહીં કરે તો એના પર અદાલતના તિરસ્કારનો આરોપ મૂકવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK