જ્યારે ત્રીજો યુવક ભાગી છૂટ્યો હતો. આ પ્રકરણમાં વૃદ્ધના પુત્રની ગર્લફ્રેન્ડના ભાઈની સંડોવણી બહાર આવી છે જૉન કાર્ડોસા નામના ૬૮ વર્ષના વૃદ્ધ તેમની પત્ની લિન્ડિન અને બે પુત્રો સાથે મલાડ (વેસ્ટ)માં રહેતા હતા. ત્રણ યુવકો તેમના ઘરે લૂંટ ચલાવવાના ઇરાદે આવ્યા હતા. જૉને દરવાજો ખોલતાં યુવકોએ કહ્યું હતું કે ‘અમે કુરિયર સર્વિસમાંથી આવી રહ્યા છીએ અને અમારી પાસે તમારા નામનું કુરિયર છે જે તમારા પુત્ર કાનિકે અમેરિકાથી મોકલ્યું છે.’ ત્યાર બાદ તેમણે તરસ લાગી હોવાનું કહી જૉનને પાણી માટે વિનંતી કરી હતી. જૉન પાણી લેવા ગયો ત્યારે તેઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી તેમને છરીના ઘા ઝીંકી દીધા હતા.
જૉનની પત્ની લિન્ડિને તરત જ બૂમાબૂમ કરી હતી અને ફ્લૅટમાં રહેતા લોકો બાલ્કનીમાં દોડી આવ્યા હતા. હુમલાખોરો ગુનો કર્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે કોઈકે નજીકમાં જ પૅટ્રોલિંગ કરી રહેલા બીટ-માર્શલોને જાણ કરતાં તેમણે બે હુમલાખોરોને પકડી લીધા હતા. ત્રીજો હુમલાખોર આ સમગ્ર ષડ્યંત્રનો માસ્ટર માઇન્ડ હતો, પણ તે ભાગી છૂટ્યો હતો.
આશ્વર્યની વાત એ છે કે જૉનના બીજા પુત્ર લેનરની ગર્લફ્રેન્ડ કૅરોલના ભાઈ અલ્વિન ફર્નાન્ડિસે આ ષડ્યંત્ર ઘડ્યું હતું. ધરપકડ કરાયેલા બે હુમલાખોરોની ઓળખ યોગેશ સૂરજ અને સૂરજ કનોજિયા તરીકે કરવામાં આવી હતી.
તેઓ કૉલેજ-સ્ટુડન્ટ્સ છે અને તેમની ઉંમર હજી માત્ર ૧૮ વર્ષ જ છે. જૉનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ વધુપડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
ચોર-ચોરની બૂમોથી ગભરાયેલા માનસિક રીતે અક્ષમ યુવકનું આઠમા માળેથી પડી જવાથી મૃત્યુ
19th February, 2021 12:26 ISTફ્લૅમિંગો હવે મલાડમાં પણ જોવા મળશે
19th February, 2021 10:05 ISTMumbai: 21 ગુજરાતી બિઝનેસમેન જોડાયા શિવસેનામાં
8th February, 2021 15:53 ISTબ્રેક અપાવવાના નામે સુંદર યુવતીઓ પાસે કરાવ્યું પૉર્ન ફિલ્મનું શૂટિંગ
6th February, 2021 09:21 IST