Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આ યુગલે 19 વર્ષમાં 1750 એકરના વગડાને હરિયાળીમાં તબદિલ કરી દીધું

આ યુગલે 19 વર્ષમાં 1750 એકરના વગડાને હરિયાળીમાં તબદિલ કરી દીધું

05 June, 2019 10:10 AM IST |

આ યુગલે 19 વર્ષમાં 1750 એકરના વગડાને હરિયાળીમાં તબદિલ કરી દીધું

 ૨૦ વર્ષથી આ યુગલ વેરાન વગડા જેવા આ વિસ્તારને લીલોછમ બનાવ્યો

૨૦ વર્ષથી આ યુગલ વેરાન વગડા જેવા આ વિસ્તારને લીલોછમ બનાવ્યો


બ્રાઝિલના ફોટો-જર્નલિસ્ટ સેબેસ્ટિયો સેલ્ગાડો અને તેમનાં વાઇફ લેલીએ મિનાસ ગેરાઇસ રાજ્યમાં હજારો એકરની જગ્યાને હરિયાળી બનાવી દીધી છે. છેલ્લાં ૨૦ વર્ષથી આ યુગલ વેરાન વગડા જેવા આ વિસ્તારને લીલોછમ બનાવવા માટે પ્રયાસરત હતું. ૧૯૯૪માં સેબેસ્ટિયો જ્યારે પોતાના પરિવારના વતન સમા ગામે પહોંચ્યો ત્યારે સૂકાભઠ વિસ્તારને જોઈને બહુ દુખી થઈ ગયો. દુકાળને કારણે આખો વિસ્તાર એવો વેરાન થઈ ગયેલો કે તેના પરિવારનાં તમામ ઢોરઢાંખર પણ મરી ગયાં હતાં.

૨૦૦૧માં આ વિસ્તારની માત્ર ૦.૫ ટકા જમીન પર જ છૂટાંછવાયાં વૃક્ષો કે હરિયાળી હતી. ૧૯૯૮માં તેની પત્ની લેલીને વિચાર આવ્યો કે શા માટે આપણે આ વેરાન રણને લીલુંછમ બનાવવા કંઈ કરી ન શકીએ? તેમણે એક સામાજિક સંસ્થાની મદદ લીધી અને રીફૉરેસ્ટેશન એક્સપર્ટ્‍સને કન્સલ્ટ કર્યા અને અહીં ઊગી શકે એવાં લગભગ એક લાખ રોપા મગાવ્યા. ૧૯૯૯માં સ્થાનિક વિસ્તારના સ્કૂલનાં બાળકોને ભેગાં કરીને અહીં દર વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમો આદરવામાં આવ્યા.



શરૂઆતમાં વાવેલા રોપાઓની જાળવણી માટે બન્નેએ‌ દિવસરાત થાય એટલી મહેનત કરી. આ મહેનત ખરેખર રંગ લાવી. ૨૦૧૫ સુધીમાં તો અહીં જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી છે. વૃક્ષોનું જે મસ્ત જંગલ વિકસ્યું છે એમાં લગભગ ૩૦૦ પ્રકારનાં વૃક્ષો છે. ૧૭૦ પ્રજાતિનાં પંખીઓ અહીં કલરવ કરે છે. ૩૦ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ અને ૧૫ જળચર પ્રાણીઓનો અહીં વસવાટ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 10:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK