Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 68 વર્ષથી આ કપલ રોજ એકબીજાને મૅચિંગ કપડાં જ પહેરે છે

68 વર્ષથી આ કપલ રોજ એકબીજાને મૅચિંગ કપડાં જ પહેરે છે

17 August, 2019 09:04 AM IST |

68 વર્ષથી આ કપલ રોજ એકબીજાને મૅચિંગ કપડાં જ પહેરે છે

68 વર્ષથી આ કપલ રોજ એકબીજાને મૅચિંગ કપડાં જ પહેરે છે


અમેરિકાના કૅલિફૉર્નિયામાં રહેતા ફ્રાન્સિસ અને રોઝમેરી ક્લોન્ઝનાં લગ્નને ૬૮ વર્ષ પૂરાં થશે. તેમના આટલા લાંબા અને હૅપી લગ્નજીવનનું રાઝ એ છે કે તેઓ રોજ હંમેશાં એકબીજાની સાથે મૅચિંગ હોય એવા જ કપડાં પહેરતા આવ્યા છે. ફ્રાન્સિસનું કહેવું છે કે આ મૅચિંગ કપડાંનું ભૂત કંઈ લગ્ન પછી જ ચડ્યું’તું એવું નથી. તેઓ જુનિયર હાઈ સ્કૂલમાં સાથે ભણતા હતા ત્યારે પણ કપડાંનાં કલર અને શેડ સુદ્ધાં મૅચ કરવાની કોશિશ કરતાં. 

આ પણ વાંચો: છત્તીસગઢમાં ઓબીસીને મળશે ૧૪ ટકાને બદલે ૨૭ ટકા અનામત



લગ્ન પહેલાં રોઝમેરીની મમ્મી તેમને મૅચિંગ કપડાં બનાવી આપતી હતી અને લગ્ન પછી રોઝમેરી ખુદ બન્ને માટે કપડાં ડિઝાઇન કરતી અથવા તો નવાં ખરીદતી. રોઝમેરી રોજ તેને જે કપડાં પહેરવા આપે એ ફ્રાન્સિસ પહેરી લે. તેઓ ઘરમાં જ રહેવાનાં હોય તો પણ તેમના કપડાંમાં મૅચિંગ હોય જ. બાકી, ચર્ચમાં જવાનું હોય, ખરીદી કરવાની હોય કો કોઈ સોશ્યલ ફંકશનમાં જવાનું હોય ત્યારે તો શેડ્સ સુદ્ધાં મૅચ થાય જ થાય.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 09:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK