કલકત્તાના રાજરહટ વિસ્તારના રહેવાસી ગોગોલ સાહા અને સુબર્ના દાસે ગયા અઠવાડિયે ઝાઝી ઝાકઝમાળ વિના ઓછા મહેમાનોને બોલાવીને લગ્ન કર્યાં હતાં, પરંતુ એ લગ્નની એક વિશેષતા સમાચારપત્ર અને સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમનું આધાર કાર્ડ સ્ટાઇલ ફૂડ મેનુ ફેસબુક પર પોસ્ટ કરતાંની સાથે વિવિધ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું હતું. ઉપર ‘સુબર્ના વેડ્સ ગોગોલ’ લખ્યું હતું અને ત્યાર પછી ફ્રેન્ડ્સ કેટરર્સે પીઝ (વટાણા) કચોરી, સ્ટફ્ડ પટેટો, ફિશ કરી, મટન કાશા, સંદેશ, આઇસક્રીમ અને પાન જેવી પીરસાયેલી વાનગીઓનાં નામ આધાર કાર્ડની ડિઝાઇનમાં છાપ્યાં હતાં. આ રીતે કાર્ડ છાપવાનો આઇડિયા સુબર્ના સાહનો હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું.
આઇન્સ્ટાઇન કે વાઇરસ?
24th February, 2021 07:27 ISTપાંચ વર્ષ રખડતા રહેલા ઘેટાનું મુંડન કરાતાં 34 કિલો ઊન મળ્યું
24th February, 2021 07:27 ISTઆ ઘરની અંદર સંખ્યાબંધ મૅનિકિન્સ આકર્ષક પોઝમાં ઊભેલાં જોવા મળે છે
24th February, 2021 07:27 ISTઆ ટીનેજરે બનાવેલું પોતાનું સ્કેચ જોઈને ખુશ થયેલા વડા પ્રધાને તેને પત્ર લખ્યો
24th February, 2021 07:27 IST