પત્ની સાથે મળી યુવાને કરી નાખ્યો ૧૧૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો

Published: 14th November, 2012 03:42 IST

છ મહિનામાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને નાગપુરના માત્ર અગિયારમા ધોરણ પાસ ઉલ્હાસ પ્રભાકર ખૈરેએ તેની વાઇફ રક્ષા સાથે મળી ૧૧૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને બે લાખ લોકોને છેતર્યા હતા. જોકે આ બાબતે દિલ્હી પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગના અધિકારીઓને ઝીણવટભરી તપાસ કરી ગુનો નોંધાયોના દોઢ વર્ષ બાદ બન્નેને રત્નાગિરિમાંથી પકડી લેવામાં સફળતા મેળવી છે.જાન્યુઆરી ૨૦૧૦માં ઉલ્હાસ ખૈરેએ દિલ્હી જઈને સ્ટૉક ગુરુ ઇન્ડિયા નામની કંપની ખોલી હતી અને ત્યાર બાદ છ મહિનામાં રૂપિયા ડબલ કરી અપવાની સ્કીમ મૂકી હતી, જેમાં બે લાખ પાંચ હજાર લોકોએ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં આ ગોટાળો બહાર આવ્યો હતો. ત્યારે લોકોને તેમનાં નાણાં પાછાં ન મળતાં ૧૪,૦૦૦ લોકોએ તેની સામે ફરિયાદ કરી હતી. જોકે ઉલ્હાસ અને તેની પત્ની આ દરમ્યાન નામ અને રૂપ (પ્લાસ્ટિક સર્જરી કરાવીને) બદલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યાં હતાં અને એવી જ છેતરપિંડી અજમાવી રહ્યાં હતાં. છેલ્લા થોડા વખતથી તેઓ રત્નાગિરિમાં સિદ્ધાર્થ મરાઠે અને માયા મરાઠેનું નામ ધારણ કરીને આવી જ સ્કીમ ચલાવી રહ્યાં હતાં જેની ખબર દિલ્હી પોલીસને થતાં તેમણે બન્નેને પકડી લીધાં હતાં. તેમની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમના નામે ૬૩ કરોડ રૂપિયાની સ્થાવર મિલ્ાકત છે અને તેમનાં બૅન્કખાતાંમાં ૨૩ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત દિલ્હી, દ્વારકા, ઇબવાડી, અલવરમાં તેમણે બંગલા અને ફ્લૅટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેની પાસે લૅન્ડક્રુઝર, પજેરો અને મર્સિડીઝ જેવી વૈભવી કાર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK