Nirbhaya Case: SCએ મુકેશના વકીલને કહ્યું, સુનવણી માટે રજીસ્ટ્રીમાં કરો અપીલ

Published: Jan 27, 2020, 16:54 IST | Mumbai Desk

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે જો કોઈને આગામી 1 ફેબ્રુઆરીના ફાંસી આપવાનું નક્કી છે તો આ પ્રાથમિકતાના આધારે સાંભળવું જોઇએ.

નિર્ભયા મામલે ફાંસીની સજા પામેલા દોષીઓમાંથી એક મુકેશ સિંહની યાચિકા પર સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે યાચિકાકર્તાના વકીલને ઝડપી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી પાસે અપીલ કરે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે જો કોઈને આગામી 1 ફેબ્રુઆરીના ફાંસી આપવાનું નક્કી છે તો આ પ્રાથમિકતાના આધારે સાંભળવું જોઇએ.

અહીં જણાવીએ કે વર્ષ 2012માં થયેલા નિર્ભયા સામૂહિક દુષ્કર્મ તેમજ હત્યા મામલે મૃત્યુની સજા પામેલા દોષીઓમાંનો એક મુકેશ સિંહએ દયા યાચિકા નકારવાના રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચેતવણી આપી છે. શનિવારે યાચિકા દાખલ કરી તેને દયા યાચિકા નકારવા માચે ન્યાયિર સમીક્ષાનો અનુરોધ કર્યો હતો. દોષી મુકેશ તરફથી વધુ આ યાચિકા વકીલ વૃંદા ગ્રોવરે દાખલ કરી છે.

જણાવીએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીના મુકેશ સિંહની દયા યાચિકાનો અસ્વીકાર કર્યો હતો, તેની ન્યાયિક સમીક્ષા માટે અરજી કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

તેમણે કહ્યું કે શત્રુઘ્ન ચૌહાણ પ્રકરણમાં હાઇકોર્ટ દ્વારા નિર્ધારિત માનકોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ માનકોમાં એવા કેદીઓને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાની અનિવાર્યતા પણ સામેલ છે. ચારેય દોષીઓને એક ફેબ્રુઆરીના સવારે છ વાગ્યે ફાંસી આપવા માટે ડેથ વૉરંટ જાહેર કરવામાં આવ્યો હતો. મુકેશે ક્યૂરેટિવ યાચિકા દાખલ કરી હતી જેણે સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી. તેના પછી મુકેશે દયા યાચિકા દાખલ કરી હતી. હાઇ કોર્ટે દોષી અક્ષયની ક્યૂરેટિવ યાચિકા પણ નકારી દીધી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK