Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદીના પ્રચાર માટે કૉર્પોરેટ સેક્ટર મદદ કરે છે : સિબલ

મોદીના પ્રચાર માટે કૉર્પોરેટ સેક્ટર મદદ કરે છે : સિબલ

24 March, 2014 04:03 AM IST |

મોદીના પ્રચાર માટે કૉર્પોરેટ સેક્ટર મદદ કરે છે : સિબલ

મોદીના પ્રચાર માટે કૉર્પોરેટ સેક્ટર મદદ કરે છે : સિબલ




 એક ટીવી-ચૅનલ પર આપેલી મુલાકાતમાં કપિલ સિબલે કહ્યું હતું કે ‘કૉર્પોરેટ સેક્ટર મોદી સાથે છે. મોદીની પ્રચારઝુંબેશને કૉર્પોરેટ સેક્ટર પાસેથી નાણાં મળે છે. હું આ કોઈ આરોપ નથી મૂકતો પણ બધાને એની જાણ છે. મોદી સાથે ભોજન કરવા માટે એક પ્લેટના અઢી લાખ રૂપિયા ચૂકવવા પડે છે. શું બિઝનેસ કમ્યુનિટીને એ જોઈએ છે? તેમણે ગુજરાતમાં જે રીતે ઇન્ડસ્ટ્રીને ઘણી સવલતો આપી છે એવી સવલતો તેમને મોદી પાસેથી જોઈએ છે એથી તેઓ મોદીને સપોર્ટ કરી રહ્યા છે. હું કોઈનાં નામ લેવા નથી માગતો.’

૨૦૦૯ કરતાં પણ આ વખતે કૉન્ગ્રેસ સારો દેખાવ કરશે એવા કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીના નિવેદન વિશે પૂછવામાં આવતાં કપિલ સિબલે કહ્યું હતું કે ‘તેમણે શું કહ્યું, શા માટે કહ્યું અને એ કહેતી વખતે તેમના મનમાં શું હતું અને એ સાચું છે કે ખોટું એ વિશે હું કૉમેન્ટ કરી શકીશ નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2014 04:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK