Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાના ભયથી સોસાયટી હાઉસમેડ ને ડ્રાઇવરો પાસે હેલ્થ સર્ટિફિકેટ માગે છે

કોરોનાના ભયથી સોસાયટી હાઉસમેડ ને ડ્રાઇવરો પાસે હેલ્થ સર્ટિફિકેટ માગે છે

26 June, 2020 07:11 AM IST | Mumbai
Arita Sarkar

કોરોનાના ભયથી સોસાયટી હાઉસમેડ ને ડ્રાઇવરો પાસે હેલ્થ સર્ટિફિકેટ માગે છે

ઑબેરૉય ગાર્ડન્સ સોસાયટી

ઑબેરૉય ગાર્ડન્સ સોસાયટી


કોરોના વાઇરસના રોગચાળાનો ભય એવો ફેલાયો છે કે લોકો તેમના ઘર-હાઉસિંગ સોસાયટીમાં બહારથી લોકોને અંદર આવવા દેવામાં અતિશય સાવચેતી રાખે છે. સંખ્યાબંધ લોકો તેમની ઘરનોકરાણીઓ અને ડ્રાઇવરોને હેલ્થ સર્ટિફિકેટ લઈને આવવાનું કહે છે. કાંદિવલીની ઑબેરૉય ગાર્ડન્સ સોસાયટીના રહેવાસીઓએ ઘરનોકરાણીઓને કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ લઈને આવવાનું કહ્યું છે. મુંબઈ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ફેડરેશને ફક્ત ફુલ ટાઇમ નોકરાણીઓને ઘરમાં જવા દેવાની છૂટ આપવા બાબતે બાવીસ જૂને માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડ્યાં પછી આ પ્રકારની સમસ્યાઓ ઉપસ્થિત થવા માંડી હતી.

આશ્ચર્યની વાત એવી છે કે એક રહેવાસીએ પાલિકાના આર-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અને મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી છે કે તેમની સોસાયટીના રહેવાસી એક ડૉક્ટર ઘરનોકરો અને નોકરાણીઓને તપાસ્યા વગર એવી ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન્સ લખી આપે છે. ૨૪ જૂને મોકલેલાં પત્રોમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ‘ડૉક્ટરે નોકરાણીની કોવિડ-19 ટેસ્ટ માટે મને ખોટું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું. એ પ્રિસ્ક્રિપ્શનમાં નોકરાણીને સાત દિવસથી તાવ આવતો હોવાની ખોટી વિગત લખી હતી.



એ ઉપરાંત ડેન્ગી અને મલેરિયાની ટેસ્ટ અગાઉ થઈ ચૂકી હોવાની પણ ખોટી વિગત લખી હતી. મારી નોકરાણી તે ડૉક્ટરની પાસે ગઈ નહોતી અને તેણે ૫૦૦ રૂપિયા લઈને સર્ટિફિકેટ આપી દીધું હતું. એ બાબત નીતિમત્તા વિરુદ્ધ છે. જોકે સોસાયટીઓમાં પાર્ટટાઇમ ઘરનોકરો અને નોકરાણીઓને પ્રવેશ અપાતો નથી, પરંતુ જુદાં-જુદાં રિપેરવર્ક માટે આવતા અલગ-અલગ કાર્યો માટેના ટેક્નિશ્યન્સને હેલ્થ સર્ટિફિકેટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. સોસાયટીની મૅનેજિંગ કમિટીના સભ્યોનું એ વલણ ભેદભાવભર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2020 07:11 AM IST | Mumbai | Arita Sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK