મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કોવિશીલ્ડ વેક્સિનના 1.5 લાખ ડોઝની પહેલી ખેપ ભારત પોતાના પાડોશી દેશ ભૂતાનને મોકલી દીધી છે. કોવિશીલ્ડ વેક્સિન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ભૂતાનના થિમ્પૂ માટે રવાના થઈ છે. ભારત કોરોના વાઈરસ વિરૂદગ્ધ કોવિડ વેક્સિનનું અન્ય દેશોમાં નિકાસ કરવાનું શરૂ કરી રહ્યું છે. સી ક્રમમાં વેક્સિન સૌથી પહેલા ભૂતાન મોકલવામાં આવી છે, ત્યાર બાદ માલદીવ્સ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સમાં વેક્સિનની સપ્લાય કરવામાં આવશે. તે મુજબ આજે મુંબઈથા ભૂતાન માટે વેક્સિનની પહેલી ખેપ રવાના કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે અમેરિકા-ભૂતાન જેવા વિકસિત દેશોએ વેક્સિન બનાવવાની શરૂઆતમાં જ ઘણી માત્રામાં એની રસીનો ડોઝ મંગાવી લીધી હતી. હવે ભારતે પોતાના પાડોશી દેશમાં આ વેક્સિનને મોકલવાનું શરૂ કર્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ભારત ભૂતાનને આ વેક્સિન ફ્રીમાં આપશે. ભારતમાં વેક્સિનેશનની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ ચૂકી છે, એવામાં ભારતે પાડોશી દેશ ભૂતાનની મદદ માટે આ મોટું પગલું ભર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વેક્સિનની દોઢ લાખ ડોઝ ભૂતાનના થિમ્પૂ માટે રવાના કરવામાં આવશે. જણાવી દઈએ કે ભૂતાન એવો પહેલો દેશ છે, જ્યાં ભારત કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ ઉપહાર સ્વરૂપે મોકલી રહ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે કોરોના સમયગાળાની શરૂઆતથી જ ભારતે ભૂતાનની સાથે તેના ખાસ સંબંધોને ધ્યાનમાં રાખીને, ઘણો જરૂરી સામાન ભૂતાન મોકલ્યો હતો જેમકે પીપીઈ કિટ, એન-95 માસ્ક, જરૂરી દવાઓ, મેડિકલ વસ્તુઓ, પેરાસીટામોલ, હાઇડ્રોક્સાઇક્લોક્વિન, એક્સ-રે મશીનો અને ટેસ્ટ કિટ મોકલવામાં આવી હતી, જેની કિંમત 2 કરોડથી વધુ છે. નોંધનીય છે કે ભારતે પોતાના પાડોશી દેશ ભૂતાન સાથે એક ટ્રાન્સપોર્ટ બબલ એગ્રીમેન્ટ પણ કર્યું છે, જેનાથી બન્ને દેશો વચ્ચે સુરક્ષિત હવાઈ મુસાફરી સુનિશ્ચિત કરાઈ શકે.