નોર્વેમાં નવા વર્ષના ચાર દિવસ બાદ ફાઇઝરની કોરોના વાઇરસ રસી આપવાનું કામ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં અહીં ૩૩,૦૦૦ લોકોને કોરોના વૅક્સિન આપવામાં આવી છે. નોર્વેમાં એ વાતની પહેલાં જ જાહેરાત થઈ ચૂકી હતી કે કોરોના રસીની સાઇડ ઇફેક્ટ થશે. હવે આટલા બધા લોકોને રસી આપ્યા બાદ નોર્વે મેડિસિન એજન્સીએ કહ્યું કે ૨૯ લોકોમાં સાઇડ ઇફેક્ટ દેખાઈ જેમાંથી ૧૩ લોકોનાં મોત થયાં
રૂસી સમાચાર એજન્સી સ્પૂતનિકના રિપોર્ટ પ્રમાણે નોર્વેની મેડિસિન એજન્સીના મેડિકલ ડાયરેક્ટર સ્ટેઇનાર મેડસેન એ દેશના રાષ્ટ્રીય પ્રસારક એનઆરકે સાથે વાતચીતમાં કહ્યું કે આ ૧૩ મોતમાં પણ ૯ લોકોને ગંભીર સાઇડ ઇફેક્ટ અને ૭ લોકોને ઓછી સાઇડ ઇફેક્ટ થઈ છે. નોર્વેમાં કુલ ૨૩ લોકોને રસી આપ્યા બાદ મોત થવા સાથે જોડવામાં આવી રહ્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૩ લોકોની તપાસ કરાઈ છે.
મેડસેનએ કહ્યું કે જે લોકોનાં મોતના સમાચાર છે તેમાંથી નબળા વૃદ્ધ લોકો હતા જે નર્સિંગ હોમમાં રહેતા હતા. આ દરદીઓને રસી આપ્યા બાદ તાવ અને બેચેનીની સાઇડ ઇફેક્ટનો સામનો કરવો પડ્યો તેનાથી ગંભીર રીતે બીમાર પડી ગયા અને પછી મોતને ભેટયાં.
મેડિકલ ડાયરેક્ટર સ્ટેઇનાર મેડસેને ભારપૂર્વક કહ્યું કે આ પ્રકારના કેસ દુર્લભ છે અને હજારો એવા દરદીઓને આ રસી અપાઈ છે જેમને હૃદયથી સંબંધિત બીમારી, ડિમેન્સિયા અને બીજી કેટલીય ગંભીર બીમારીઓ હતી. તેમણે કહ્યું કે તેઓ હજી સાઇડ ઇફેક્ટના આ મામલાને લઈ બહુ ખાસ ચિંતિત નથી. તેમણે કહ્યું કે અમે આનાથી ચિંતિત નથી. એ સ્પષ્ટ છે કે આ રસીનો કેટલાક બીમાર લોકોને છોડીને બહુ ઓછો ખતરો છે.
કુરાનને લઈ હવે સ્વીડન બાદ નૉર્વેમાં તોફાનો ફાટી નીકળ્યાં, ટાયર સળગાવ્યાં
31st August, 2020 11:43 ISTબીચ વૉલીબૉલની રમતમાં આ શ્વાન પણ માહેર છે
8th April, 2020 09:43 ISTજિંજરબ્રેડમાંથી બન્યું છે આ ક્રિસમસ ટાઉનઃ 2000 ઘર ખાઈ શકાય એવાં છે
31st December, 2019 10:02 ISTઆર્ટના સ્ટુડન્ટે પાળેલા ઉંદરને પેઇન્ટિંગ કરતાં શીખવ્યું
18th October, 2019 10:46 IST