USમાં આવતા બે અઠવાડિયામાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યામાં ભારે વધારો થવાની શક્યતા

Published: Mar 30, 2020, 11:57 IST | Gujarati Mid-day Online Correspondent | Washington

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશ્યલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન 30 એપ્રિલ સુધી વધારી, પગેલી જુન સુધીમાં બધુ પાટા પર આવી જશે તેવી તેમને આશા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકામાં આવતા બે અઠવાડિયામાં કોરોના વાયરસ (COVID-19)થી મરનારાઓની સંખઆયામાં ભારે વધારો થવાની શક્યતા છે. એટલે USમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. ટ્રમ્પનું માનવું છે કે, પહેલી જુન સુધીમાં તમામ વસ્તુઓ પાટા પર આવી જશે. જ્યારે આ પહેલા તેમણે અનુમાન લગાડયું હતું કે, ઈસ્ટર સુધીમાં બધુ જ બરાબર થઈ જશે.

ટ્રમ્પનું માનવું છે કે, આવનારા બે અઠવાડિયામાં અમેરિકામાં એક લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. પણ જો આ આંકડો એક લાખ સુધી સિમિત રહ્યો તો તેનો અર્થ એ થશે કે આપણે તેને રોકવા માટે સફળ રહ્યાં છે. તેમજ તેમને અમેરિકાના દેશવાસીઓને આશ્વસન આપ્યું છે કે, એક જુન સુધીમાં આપણે આ વાયરસના સંકટમાંથી બહાર આવી જશું. વરિષ્ઠ જન સ્વાસ્થ્ય સલાહકારો અને  કોરોના વાયરસ પર વ્હાઇટ હાઉસ કાર્યબળના સભ્યો- ડૉ. દેબોરા બિક્સ અને ડૉ. એન્થની ફૉસીની સલાહના આધારે સોશ્યલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે અને નવા દિશા-નિર્દેશોની જાહેરાત 1 એપ્રિલે કરવામાં આવશે. 

નોંધનીય છે કે, કોઈ એક દેશમાં સૌથી વધુ સંક્રમિતોના કેસોના મામલે અમેરિકા પહેલા નંબરે છે. અહીં અત્યાર સુધી લગભગ સવા લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે અહીં મોતનો આંકડો બે હજારને પાર કરી ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK