વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત: 81.13 લાખ કેસ નોંધાયા, 4.39 લોકોના મોત

Published: 16th June, 2020 11:53 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

બેઈજિંગમાં કોરોનાએ ફરી ઉથલો મારતા ત્રણ દિવસમાં 106 કેસ નોંધાયા, ઈજિપ્તમાં એક જ દિવસમાં 97 લોકોના મોત

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)નો કહેર આખા વિશ્વમાં ફેલાયો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં 81,13,000 કરતા વધુ કેસ નોંધાયા છે અને 4,39,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તેમજ 42,13,284 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ચીનની રાજધાની બેઈજિંગમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. અહીં ત્રણ દિવસમાં 106 કેસ નોંધાયા છે. સરકારે તમામ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને થિયેટર બંધ કરી દીધા છે. બેઈજિંગના તંત્રએ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરના અમુક ભાગમાં લૉકડાઉન પણ લગાવી દીધું છે. બીજા તબક્કામાં અહીં કુલ 46,000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રવિવાર અને સોમવાર બે દિવસમાં અહીં 20,000 લોકોના ટેસ્ટ કરાયા છે.

ઈજિપ્તમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેન દિવસે વધી રહ્યું છે. એક દિવસમાં 97 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,672 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ, 14 કલાકમાં 1,691 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 46,286 થઈ ગઈ છે. અહીં પ્રથમ કેસ1 4 ફેબ્રુઆરીના રોજ નોંધાયો  હતો અને પ્રથમ મોત 8 માર્ચના રોજ થયું હતું. પરંતુ સરકારનું કહેવું છે કે, ટૂંક સમયમાં ફરીથી ઉદ્યોગો શરૂ કરી શકાશે.

અમેરિકામાં કોરોના વાયરસના 21,82,950 કેસ નોંધાયા છે અને 1,18,000 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 8,90,000 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. અમેરિકામાં સૌથી વધુ કેસ ન્યૂયોર્કમાં નોંધાયા છે. ન્યૂયોર્કમાં 3,83,944 કેસ નોંધાયા છે અને 30,825 લોકોના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ, ઈઝરાયલમાં 24 કલાકમાં 182 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ સંક્રમિતોની સંખ્યા 19,237 થઈ ગઈ છે. મૃત્યુઆંક 302 થયો છે. 15,415 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સરકારે કહ્યું છે ક। સ્કૂલ 20 જૂનને બદલે 1 જૂલાઈએ ખુલશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK