Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 67,012 કેસ, 950 દર્દીઓનાં મોત

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 67,012 કેસ, 950 દર્દીઓનાં મોત

13 August, 2020 10:49 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 67,012 કેસ, 950 દર્દીઓનાં મોત

દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે (ફાઈલ તસવીર)

દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે (ફાઈલ તસવીર)


દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ આજ સુધીનો રેકૉર્ડબ્રેક કર્યો છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 67,012 નવા કેસ નોંધાયા છે. પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પૉઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ પહેલા 8 ઓગસ્ટે 65,156 કોરોના પૉઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 16,95,860 કોરોના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. બુધવારે ચોવીસ કલાકમાં રેકોર્ડબ્રેક 57,759 કોરોના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અને 834 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી એક દિવસમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં આ સૌથી વધુ છે. આ પહેલા 11 ઓગસ્ટે સૌથી વધુ 56,461 દર્દીઓ એક દિવસમાં સાજા થયા હતા. કોરોના મહામારીના કારણે અત્યાર સુધી 47,138 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 950 કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા. અત્યારે દેશમાં કોરોનાના 6,53,622 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 12,712 નવા કેસ નોંધાયા છે અને 344 લોકોના મોત થયા છે. જ્યારે 13,408 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 5,48,313 થઈ ગયો છે. તેમાંથી 1,47,820 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 18,650 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,81,843 લોકો સારવાર બાદ સાજા થયા છે.



ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે જાહેર થયેલા આંકડો પ્રમાણે, રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,152 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. જ્યારે 977 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 74,390 થઈ ગયો છે. જેમાંથી 14,184 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,713 લોકોના મોત થયા છે અને 57,421 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં બાર ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,68,45,688 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 8,30,391 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 10:49 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK