Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 57,118 કેસ, 764 દર્દીઓનાં મોત

Published: Aug 01, 2020, 11:18 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

દેશમાં નોંધાયા સૌથી વધુ કેસ, શુક્રવારે સૌથી વધુ આંધ્રપ્રદેશમાં 10,376 કેસ અને મહારાષ્ટ્રમાં 10,320 કેસ નોંધાયા

કોરોના ટેસ્ટ કરતા  આરોગ્ય કર્મચારીઓ (તસવીર: શાદાબ ખાન)
કોરોના ટેસ્ટ કરતા આરોગ્ય કર્મચારીઓ (તસવીર: શાદાબ ખાન)

દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા કેસ આજ સુધીના સૌથી વધુ કેસ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 57,118 નવા કેસ નોંધાયા છે અને 764 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 16,95,988 કેસ નોંધાયા છે. જેમાંથી 5,65,103 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 1,094,374 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 36,511 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 64.5 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 10,320 નવા કેસ નોંધાયા છે અને 265 લોકોના મોત થયા છે. જ્યારે 7,543 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4,22,118 થઈ ગયો છે. તેમાંથી 1,50,966 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 14,165 લોકો મૃત્યુ પામ્યા છે અને 2,56,158 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,153 નવા કેસ નોંધાયા હતા અને 23 લોકોના મોત થયા હતા. જ્યારે 833 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 61,438 થઈ ગયો છે. જેમાંથી 14,090 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,441 લોકોના મોત થયા છે અને 44,907 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે કોરોનાના 5.25 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે 31 જૂલાઈ સુધીમાં 1.94 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK