Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 93,337 કેસ, 1,247 દર્દીઓનાં મોત

Published: 19th September, 2020 11:24 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 53 લાખને પાર, દસ લાખ કરતા વધુ એક્ટિવ કેસ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા કેટલાય દિવસથી દરરોજ સરેરાશ 90,000થી વધુ કેસ નોંધાય છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 93,337 નવા કેસ નોંધાયા છે અને 1,247 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 53,08,014 કેસ થઈ ગયા છે. જેમાંથી 10,13,964 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 42,08,431 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 85,619 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોના દર્દીઓ સાજા થવાનો દર 79.3 ટકા છે. દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.6 ટકા થયું છે. હાલ કુલ પૉઝિટિવ કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા નંબર પર છે. ભારત બાદ બ્રાઝિલ ત્રીજા નંબર પર આવે છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 21,656 નવા કેસ નોંધાયા છે અને 440 લોકોના મોત થયા છે. જ્યારે 22,078 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 11,67,496 થઈ ગયો છે. તેમાંથી 3,01,273 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 31,791 લોકો મૃત્યુ પામ્યા છે અને 8,34,432 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,410 નવા કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા. જ્યારે 1,293 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,20,498 થઈ ગયો છે. જેમાંથી 16,108 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,289 લોકોના મોત થયા છે અને 1,01,101 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 17 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 6,15,72,343 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યંદ છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK