Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 92,605 કેસ, 1,133 દર્દીઓનાં મોત

Published: 20th September, 2020 10:53 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 54 લાખને પાર, દસ લાખ કરતા વધુ એક્ટિવ કેસ

તસવીર: પ્રદિપ ધિવાર
તસવીર: પ્રદિપ ધિવાર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા કેટલાય દિવસથી દરરોજ સરેરાશ 90,000થી વધુ કેસ નોંધાય છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 54 લાખને પાર થઈ ગઈ છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 92,605 નવા કેસ નોંધાયા છે અને 1,133 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 54,00,620 કેસ થઈ ગયા છે. જેમાંથી 10,10,824 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 43,03,044 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 86,752 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 20,519 નવા કેસ નોંધાયા છે અને 425 લોકોના મોત થયા છે. જ્યારે 23,501 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 11,88,015 થઈ ગયો છે. તેમાંથી 2,97,866 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 32,216 લોકો મૃત્યુ પામ્યા છે અને 8,57,933 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,432 નવા કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા. જ્યારે 1,293 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,21,930 થઈ ગયો છે. જેમાંથી 16,054 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,305 લોકોના મોત થયા છે અને 1,02,571દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 19 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 6,36,61,060 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શનિવારે 12,06,806 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK