Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 65,002 કેસ, 996 દર્દીઓનાં મોત

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 65,002 કેસ, 996 દર્દીઓનાં મોત

15 August, 2020 11:19 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 65,002 કેસ, 996 દર્દીઓનાં મોત

દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે (તસવીર: સતેજ શિંદે)

દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે (તસવીર: સતેજ શિંદે)


દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા કેટલાંય દિવસથિ દેશમાં 60,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 65,002 નવા કેસ નોંધાયા છે અને 996 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 25,26,192 કેસ નોંધાયા છે. જેમાંથી 6,68,220 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 18,08,963 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 49,036 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 12,608 નવા કેસ નોંધાયા છે અને 364 લોકોના મોત થયા છે. જ્યારે 10,884 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 5,72,734 થઈ ગયો છે. તેમાંથી 1,51,865 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 19,427 લોકો મૃત્યુ પામ્યા છે અને 4,01,442 લોકો સારવાર બાદ સાજા થયા છે.



ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,087 નવા કેસ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. જ્યારે 1,071 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 76,569 થઈ ગયો છે. જેમાંથી 14,299 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,746 લોકોના મોત થયા છે અને 59,538 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 13 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,76,94,416 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 11:19 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK