Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 64,553 કેસ, 1,007 દર્દીઓનાં મોત

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 64,553 કેસ, 1,007 દર્દીઓનાં મોત

14 August, 2020 10:35 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 64,553 કેસ, 1,007 દર્દીઓનાં મોત

દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે (ફાઈલ તસવીર)

દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે (ફાઈલ તસવીર)


દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા કેટલાંય દિવસથિ દેશમાં 60,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 64,553 નવા કેસ નોંધાયા છે અને 1,007 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 24,61,191 કેસ નોંધાયા છે. જેમાંથી 6,61,595 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 17,51,556 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 48,040 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 11,813 નવા કેસ નોંધાયા છે અને 413 લોકોના મોત થયા છે. જ્યારે 9,115 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 5,60,126 થઈ ગયો છે. તેમાંથી 1,50,105 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 19,063 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,90,958 લોકો સારવાર બાદ સાજા થયા છે.



ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,092 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. જ્યારે 1,046 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 75,482 થઈ ગયો છે. જેમાંથી 14,310 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,731 લોકોના મોત થયા છે અને 58,467 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 13 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,76,94,416 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 8,48,728 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2020 10:35 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK