Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 18,522 કેસ, 418 લોકોના મોત

Published: Jun 30, 2020, 10:49 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

મહારાષ્ટ્રમાં 5,257 નવા કેસ, ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 600 કરતા વધુ કેસ નોંધાયા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)નો કહેર દેશમાં દરરોજ વધતો જ જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 18,522 નવા કેસ નોંધાયા છે અને 418 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,66,840 થઈ ગઈ છે. જેમાંથી 2,15,125 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં દેશમાં 16,893 લોકોએ કોરાનાને લીધે જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ, 21,723 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 5,257 નવા કેસ નોંધાયા છે અને 181 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,69,883 થઈ ગઈ છે. જેમાંથી 73,298 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 7,610 લોકોના મોત થયા છે.

ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમિતોનો આંકડો 600ને પાર કરી રહ્યો છે. સોમવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કોરોનાના 626 નવા કેસ નોંધાયા હતા અને 19 દર્દીઓના મોત થયા હતા. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 440 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 32,023 કેસ નોંધાયા છે અને 1,828 લોકોનું મૃત્યુ થયું છે. તેમજ કુલ 6,947 કેસ એક્ટિવ છે. જ્યારે 23,247 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

રાજસ્થાનમાં સોમવારે કોરોનાના 389 નવા કેસ નોંધાયા હતા અને છ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 17,660 થઈ ગઈ છે. જેમાંથી 3,335 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 405 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં સોમવારે કોરોનાના 184 નવા કેસ નોંધાયા હતા અને સાત લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 13,370 થઈ ગઈ છે. જેમાંથી 2,607 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 564 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં સોમવારે કોરોનાના 681 નવા કેસ નોંધાયા હતા અને 12 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 22,828 થઈ ગઈ છે. જેમાંથી 6,650 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 672 લોકોના મોત થયા છે.

ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 જૂન સુધીમાં કોરોનાના 86,08,654 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,10,292 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK