Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાવાયરસના આજ સુધીના તમામ રેકૉર્ડસ તૂટ્યા, 24 કલાકમાં 16,922 નવા કેસ

કોરોનાવાયરસના આજ સુધીના તમામ રેકૉર્ડસ તૂટ્યા, 24 કલાકમાં 16,922 નવા કેસ

25 June, 2020 11:41 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરોનાવાયરસના આજ સુધીના તમામ રેકૉર્ડસ તૂટ્યા, 24 કલાકમાં 16,922 નવા કેસ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોના વાયરસ (COVID-19)ના આંકડાઓ દેશમાં દરરોજ કોઈક નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ આજ સુધીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. . ગુરુવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 16,922 નવા કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને લીધે કુલ 418 દર્દીઓના મોત થયા છે. દેશમાં હવે કોરોનાનો આંકડો 4,73,105 થઈ ગયો છે. તેમાંથી 1,86,514 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 14,894 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તેમજ 2,71,697 લોકો સારવાર બાદ સાજા થયા છે. રાહતના સમાચાર છે કે, દેશમાં કોરોનાનો રિકવરી રેટ 6 ટકાથી વધીને 56.38 ટકા થઈ ગયો છે. તદઉપરાંત, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 23 જૂન સુધીમાં 75,60,782 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 2,07,871 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં 3,788 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો 66,000ને પાર કરી ગયો છે.



છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 3,890 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી મુંબઈમાં 118, થાણેમાં 1,374 નવા કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 248 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,42,899 થઈ ગઈ છે. જેમાંથી 62,883 એક્ટિવ કેસ છે.


ગુજરાત રાજ્યમાં બુધવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 572 નવા કેસ નોંધાયા હતા અને 25 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સખ્યા 29,001 થઈ ગઈ છે. રાહતના સમાચાર એ છે કે, બીજે દિવસે પણ ગુજરાતમાં કોરોનાના નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ હતી. છેલ્લા ચોવીસ કલાકમાં 575 દર્દીઓ સાજા થયા છે.

રાજસ્થાનમાં છેલ્લા ચોવીસ કલાકમાં 382 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સંક્રમિતોનો આંકડો 16,009 થઈ ગયો છે.


મધ્યપ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 187 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 12,448 નોંધાયા છે. જેમાંથી 9,335 દર્દીઓ સાજા થયા છે.

ઉત્તરપ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 664 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16,009 થઈ ગઈ છે.

બિહારમાં છેલ્લા ચોવીસ કલાકમાં 223 નવા કેસ નોંધાયા હતા અને 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 8,273 થયો છે. તેમજ 6,106 દર્દીઓ સાજા થયા છે.

કોરોના અનલૉક: ભારતમાં એક સપ્તાહમાં ૧,૦૦,૦૦૦થી વધુ પૉઝિટિવ કેસ નોંધાયા

કોરોના વાઇરસનો દર ઘટવાને બદલે વધી રહ્યો છે. ડેટા મુજબ છેલ્લા સાત દિવસમાં દરરોજ લગભગ ૧૪,૬૦૦ નવા કેસ સામે આવી રહ્યા છે. એક અઠવાડિયા પહેલાં (૧૬ જૂન) દેશમાં કોવિડ-19ના કુલ ૩.૫૩ લાખ કેસ હતા, જે મંગળવારે વધીને ૪.૫૫ લાખથી વધુ થયા છે. આ સાત દિવસ દરમિયાન ૨૫૪૧ દરદીઓ મૃત્યુ પામ્યાં છે જે અત્યાર સુધી થયેલાં કુલ મૃત્યુ (૧૪,૪૫૫)ના ૧૮ ટકા છે. બીજી તરફ મંગળવારે કોરોનાના ૧૫,૬૮૯ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૪૬૬ દરદીઓનાં મોત નીપજ્યાં હતાં.

દિલ્હીમાં મંગળવારે ૩૯૪૭ નવા કેસ નોંધાયા છે, જે કોઈ પણ રાજ્યનો સૌથી મોટો એક દિવસનો આંકડો છે. માર્ચ પછી મંગળવાર પહેલો એવો દિવસ હતો જ્યારે મહારાષ્ટ્ર સિવાયના કોઈ પણ રાજ્યમાંથી મહત્તમ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં ૩૨૧૪ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૨૪૮ દરદીઓનાં મોત થયાં હતાં, જે એક દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં ૨૧ જૂને મહત્તમ ૧૮૬ લોકોનાં મોત થયાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2020 11:41 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK