દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિ ઝડપથી સુધરી રહી છે. એક તરફ દેશમાં કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા લગભગ 97 ટકા થઈ ગઈ છે અને બીજી તરફ સક્રિય કેસ પણ સતત ઓછા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં આ દરમિયાન 12,689 નવા કેસ સામે નોંધાયા છે. આ સમય દરમિયાન 137 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના નવીનત્તમ માહિતી અનુસાર દેશમાં કોરોના વાઈરસના હવે કુલ 1 કરોડ 6 લાખ 89 હજાર 527 કેસ નોંધાયા છે. જોકે તેમાંથી 1 કરોડ 3 લાખ 59 હજાર 305 લોકો કોરોના સંક્રમણથી રિકવર થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના સક્રિય કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરનાં આંકડા મુજબ દેશમાં હાલ કોરોનાના 1 લાખ 76 હજાર 498 એક્ટિવ કેસ છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1 લાખ 53 હજાર 724 લોકોનાં મોત નીપજ્યાં છે.
રિકવરી દર 97 ટકા સુધી પહોંચ્યું
ભારતમાં કોરોનાના રિકવરી દરમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણથી 13,320 લોકો સાજા થયા છે. એનાથી રિકવરી દર 96.91 ટકા થઈ ગયો છે. કોરોનાના સક્રિય કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 768 એક્ટિવ કેસ નોંધાયા છે. એનાંથી એક્ટિવ દર 1.65 ટકા થઈ ગયા છે. ભારતની કોરોના મૃત્યુદર 1.44 ટકા છે.
દેશમાં 19.30 કરોડથી વધારે કોરોના ટેસ્ટ
દેશમાં કોરોનાની તપાસનો આંકડો તેજીથી વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 19.30 કરોડથી વધારે લોકોના તપાસ કરવામાં આવી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research) ICMR તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં મંગળવાર (26 જાન્યુઆરી 2021) સુધી 19,36,13,120 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી ગઈકાલે 5,50,426 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધી 20 લાખથી વધારે રસીકરણ
દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધી 20 લાખ 480 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંછી છેલ્લા 24 કલાકમાં 5671ને રસી આપવામાં આવી છે.
Coronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTસલિલ અંકોલા થયો કોવિડ પૉઝિટિવ
4th March, 2021 10:44 IST81 ટકા અસરકારક છે ભારત બાયોટેકની કોવાક્સિન
4th March, 2021 10:00 ISTહમણાં નહીં થાય મુંબઈમાં લૉકડાઉન, CMના અલ્ટિમેટમના 10 દિવસ થયા પૂરા
4th March, 2021 07:27 IST