Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 540 લોકોના મૃત્યુ

Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 540 લોકોના મૃત્યુ

04 December, 2020 10:23 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 540 લોકોના મૃત્યુ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


વૅક્સિન સંબંધિત સકારાત્મક સમાચાર આવી રહ્યા છે પરંતુ કોરોનાનો કહેર હજી યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં આ મહામારીને લીધે 540 લોકોએ જીવ ગુમાવ્યો છે.




આમ ભારતમાં કોવિડ-19ને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1,39,188 થઈ છે. 36,594 નવા કોવિડ-19 પૉઝિટિવ કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા પણ 95,71,559 થઈ છે. દેશમાં હાલ કુલ એક્ટિવ કેસ 4,16,082 છે. છેલ્લા 24 કલાકમાં 42,916 લોકો આ મહામારીથી રિકવર પણ થયા છે.


મહારાષ્ટ્રમાં 5182 કોવિડ-19 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 18,37,358 થયો છે. જોકે છેલ્લા 24 કલાકમાં 8,066 લોકો રિકવર પણ થતા ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓની સંખ્યા 17,03,274 થઈ છે. દરમિયાન 115 લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક 47,472 થયો છે.

આ પણ વાંચોઃ જમ્બો કોવિડ સેન્ટરમાં બેદરકારી બદલ અધિકારીઓ સામે ફરિયાદની માગણી

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 816 લોકોએ જીવ ગુમાવતા શહેરમાં કુલ મૃત્યુઆંક 10,931 થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 14,076 છે, જ્યારે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,57,873 છે.

ગુજરાતમાં  ૨૪ કલાકમાં કોરોનાના ૬૭,૭૩૫ શંકાસ્પદોમાંથી ૧,૫૪૦ દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યાનું જાહેર કરતા ગુરૂવારની સાંજે આરોગ્ય વિભાગે સારવાર હેઠળના ૧૩ દર્દીઓના કોરાના વાઈરસને કારણે મૃત્યુ થયાનો દાવો કર્યો હતો. અમદાવાદ શહેરમાં સતત નવા કેસો સામે આવી રહ્યાં છે. શહેરમાં સતત ત્રીજા દિવસે દૈનિક ધોરણે ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે એક જ દિવસમાં ૩૧૪ કેસ નોંધાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2020 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK