Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus:વૈદિક ઉપાયનો પ્રયત્ન કરશે ગાયત્રી પરિવાર, 10લાખ ઘરથી શરૂઆત

Coronavirus:વૈદિક ઉપાયનો પ્રયત્ન કરશે ગાયત્રી પરિવાર, 10લાખ ઘરથી શરૂઆત

29 May, 2020 04:54 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus:વૈદિક ઉપાયનો પ્રયત્ન કરશે ગાયત્રી પરિવાર, 10લાખ ઘરથી શરૂઆત

ગાયત્રી પરિવાર કરશે વૈદિક મંત્રોપચાર

ગાયત્રી પરિવાર કરશે વૈદિક મંત્રોપચાર


ભારતીય સંસ્કૃતિની વૈદિક ઋચાઓ કેટલી સશક્ત છે, તેનાથી બધાં વાકેફ છે જ. આપણાં ધર્મગ્રંથોમાં અનેક મોટા સંકટોનો ઉપચાર છુપાયેલો છે અને પ્રાચીન ચારેય વેદો પર વિશ્વના વૈજ્ઞાનિકો શોધ પણ કરી રહ્યા છે. ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં હવન, યજ્ઞ અને મંત્રોથી જ કષ્ટનું નિવારણ થતું રહ્યું છે, આથી સ્પષ્ટ થાય છે કે કોઈપણ મોટા સંકટને વૈદિક ઉપાયથી પણ દૂર કરવાનો પ્રયત્ન કરી શકાય છે. આ વાતને ધ્યાનમાં રાખતા ગાયત્રી પરિવાર પણ દેશ-દુનિયા માટે સંકટ બનેલી કોરોના જેવી મહામારી સામે લડવા માટે વૈદિક ઉપાયો કરવાની તૈયારી કરે છે. આ માટે આવનારી 31મેના વિશ્વના દસ લાખ ઘરોમાં એક સાથે યજ્ઞમાં આહુતિઓ આપવાની શરૂઆત કરવામાં આવશે.

કોરોનાથી મુક્તિ માટે ગાયત્રી પરિવારની પહેલ
આજે દેશમાં કોરોનાવાયરસ વિરુદ્ધ જંગમાં દર્દીઓના ઉપાયમાં ડૉક્ટરો યોદ્ધાની જેમ મોરચો સંભાળી રહ્યા છે તો દેશ-દુનિયાના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની દવાથી લઈને વેક્સિન તૈયાર કરવા માટે શોધમાં લાગેલા છે. આઇઆઇટી સબિત ટેકનિક્લ સંસ્થાઓ પણ સામાન્ય જનને કોરોનાથી બચાવવા માટે દરેક પ્રકારના શક્ય પ્રયત્નો કરી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ બધાં વચ્ચે કોરોના મુક્તિ માટે ગાયત્રી પરિવાર પણ પ્રાચીન વૈદિક વિધિથી પહેલ કરવાની તૈયારી કરી ચૂક્યો છે.



31મેના રોજ વિશ્વના બધા દેશોમાંથી એક સાથે થશે અનુષ્ઠાન
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કન્નૌજ જિલ્લાના સંયજક ઉમેશ ચંદ્ર મિશ્રા જણાવે છે કે વિશ્વવ્યાપી આ અનુષ્ઠાન 31મેના રોજ વિશ્વના બધાં દેશોમાંથી દસલાખ ઘરોમાં એક સાથે સંપન્ન થશે. ગાયત્રી પરિવારના શાંતિકુંજ હરિદ્વારથી પણ બધાં પરિવારના સભ્યો માટે જાહેર એડવાઇઝરીમાં 31 મેના સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ યજ્ઞ સંપન્ન કરવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કારણકે કોરોના વાયરસ વૈશ્વિક મહામારી બની ગયું છે, તેથી કેટલાય દેશોમાં એકસાથે આ અનુષ્ઠાનની તૈયારી કરવામાં આવી છે. યજ્ઞના સમયે ગાયત્રી મંત્ર સાથે 24 અને મહામૃત્યુંજય મંત્ર સાથે પાંચવાર આહુતિ આપવાની છે. આ માટે બધાં સભ્યોને પ્રશિક્ષિત પણ કરવામાં આવે છે અને યજ્ઞની વિધિ અને લાભની માહિતી પણ આપવામાં આવી રહી છે.


જાણો કેવી રીતે સંપન્ન થશે યજ્ઞ
તેમણે જણાવ્યું કે પ્રાચીન કાળથી હવન અને યજ્ઞ ખાસ રહ્યા છે, આમાં આહૂતિની સામગ્રીનું વિશેષ મહત્વ હોય છે. વિશે। મંત્રો સાથે યજ્ઞમાં આપવામાં આવેલી આહુતિ બાદ નીકળતો ધુમાડો અનેક પ્રકારની મહામારીઓનો વિનાશ કરવાની ક્ષમતા રાખે છે. યજ્ઞમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રની સાથે અમૃતા, બ્રાહ્મી, આજ્ઞાઘાર, તલ, ગાયનું ઘી, અગર-તગર, લીમો, પાકડ, કેરીની લાકડી, ગિલોય, લવિંગ, ગાયના છાણથી બનેલા છાણાંના મિશ્રણની આહૂતિ આપવામાં આવશે.

કોરોનાથી મુક્તિ માટે ત્રણ વિશેષ આહુતિઓ
ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠના વરિષ્ઠ સાધક આલોક દીક્ષિત જણાવે છે કે અમારા વેદ-પુરાણોમાં અનેક એવા મંત્રો અને ઉપાયોનો ઉલ્લેખ છે, જે સ્વાસ્થ્ય રક્ષા માટે લાભદાયક છે. વૈદિક કાલના આ મંત્ર આજે પણ અચૂક છે. અમારી યુવા પેઢી આ વાતથી અજાણ છે. લોક કલ્યાણ માટે આ અનુષ્ઠાનમાં કોરોના જેવી મહામારી સામે લડવા માટે ત્રણ વિશેષ કૃમિનાશક મંત્રો સાથે આહુતિઓ આપવામાં આવશે. આ કૃમિનાશક મંત્રોનું વર્ણન અથર્વ વેદમાં પણ છે, જે આ પ્રમાણે છે. અહીં કૃમિનો અર્થ આપણે આજના સમયમાં બેક્ટેરિયા કે વાયરસ કરી શકીએ છીએ.


કૃમિનાશક મંત્રાહુતિ

ऊं उद्यन्नदित्य: क्रिमीन् हन्तु, निम्रोचन् हन्तु रश्मिभि:

ये अन्त: क्रिमयो गवि, स्वाहा। इदं आदित्यगणेभ्य: इदं न मम।।

રોગ નિવારણ મંત્ર

ऊं शीर्षक्तं शीर्षामयं, कर्णसूलं विलोहितम्।

सर्वं शीर्षण्यं ते रोगं, बहिर्निमन्त्रयामहे।। स्वाहा इदं सूर्याय, इदं न मम।।

લોક સુરક્ષા મંત્ર

ऊं अग्ने वैश्वानर विश्वैर्मा, देवै: पाहि स्वाहा। स्वाहा इदं वैश्वानराय, इदं न मम।।

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2020 04:54 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK