Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus scare: દિલ્હી જમાત મરકઝ હાહાકાર,1200 ક્વોરેન્ટિન,24 પૉઝિટીવ

Coronavirus scare: દિલ્હી જમાત મરકઝ હાહાકાર,1200 ક્વોરેન્ટિન,24 પૉઝિટીવ

31 March, 2020 11:50 AM IST | Delhi
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus scare: દિલ્હી જમાત મરકઝ હાહાકાર,1200 ક્વોરેન્ટિન,24 પૉઝિટીવ

મરકઝનાં મુદ્દે હાહાકાર મચ્યો છે, લોકો ફસાયેલા છે અને ઘણાંને ક્વોરેન્ટિનમાં મોકલાયા છે. લૉકડાઉનની અવગણના લીધે થઇ સમસ્યા.

મરકઝનાં મુદ્દે હાહાકાર મચ્યો છે, લોકો ફસાયેલા છે અને ઘણાંને ક્વોરેન્ટિનમાં મોકલાયા છે. લૉકડાઉનની અવગણના લીધે થઇ સમસ્યા.


દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં મરકઝ તબલીગી જમાતની મુખ્ય ઑફિસમાં ૨૦૦થી વધુ લોકોને કોરોનાવાઇરસ પૉઝિટીવ હોવાના સમાચારને પગલે હાહાકાર મચી ગયો છે.ગઇકાલે, સોમવારે દિલ્હી સરકારે ત્યાંન મૌલાના પર તાત્કાલિક કેસ દાખલ કરવાનો હુકમ પણ આપ્યો. મૌલાના પર આરોપ છે કે લૉકડાઉનની જાહેરાત હોવા છતાં પણ તેમણે આટલા મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું વળી આ માટે કોઇપણ પ્રકારની પરવાનગી લેવામાં નહોતી આવી.આ ધાર્મિક આયોજનમાં અંદાજે 300-400 માણસો હતા અને કોરોના સંક્રમિત થવાની શક્યતાને પગલે 163 જણને દિલ્હીની લોક નાયક હૉસ્પિટલમાં દાખલ કરાયા.હૉસ્પિટલનાં સુત્રો અનુસાર ત્યાં કોરોનાથી સંક્રમિત 174 દર્દીઓ છે જેમાંથી 163 નિઝામુદ્દિન વિસ્તારનાં છે.રવિવારે આવેલા 85 દર્દીઓ હતા અને બાકીનાં 34 સોમવારે દાખલ થયા. મરકઝની ઇમારત ખાલી કરાવવામાં આવી રહી છે. 




 

હાલમાં મરકઝ ભવનમાંથી 860 શખ્સને હૉસ્પિટલ ભેગા કરાયા છે. હજી બીજા ૩૦૦ જણાને શિફ્ટ કરવાના બાકી છે અને મરકઝ ભવન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.સોમવારે દિલ્હીમાં કોરોનાના નવા 25 કેસિઝ બહાર આવ્યા જેમાંથી 18 નિઝામુદ્દિન વિસ્તારનાં હતા જે તબ્લિગી મરકઝમાં એકઠા થવાના હતા.અંદામાનમાં કોરોનાનાં 10 કેસ પૉઝિટીવ આવ્યા જેમાંથી 9 જણા દિલ્હીના આ જમાત સેન્ટરમાંથી પોતાને દેશ પાછા ફર્યા હતા. કેજરીવાલે પણ હાલમાં જ આ અંગે રાજ્ય સ્તરીય બેઠક બોલાવી છે.


મરકઝ તબલીગીની મુખ્ય કચેરીમાં 1600 જણા ફસાયા હોવાના સમાચાર ગઇ કાલે મોડી રાતથી ચર્ચામાં હતા ત્યારે એ ખાસ નોંધવાનું કે આમાંથી 250 જણા વિદેશી મૂળનાં છે.આ મુખ્યાલય નિઝામુદ્દિન વિસ્તારમાં છે જે બહુ જ ગીચ વસ્તી છે.લૉક ડાઉનની જાહેરાત થઇ ત્યાર બાદ ત્યાં આવેલા ભારતીયો તો પોત પોતાના ઘરે જવા નિકળ્યા હતા પણ અમૂક લોકો વિદેશનાં પણ હતા અને જેમ તેમ કરીને 22 માર્ચ સુધીમાં ઘણાં બધાં ત્યાંથી નીકળી ગયા પણ અંતે 1000-1500 જેટલા ત્યાંજ ફસાયા. મકરઝનું હેડક્વાટર નવ માળનું છે જ્યાં એક સાથે એક સમયે 10 હજાર લોકો સમાઇ શકે છે. શક્ય તેટલા લોકોને અત્યારે આઇસોલેશનમાં રખાયા છે. વળી આઘાતમાં અને દહેશતને કારણે બે વૃદ્ધોનું મોત પણ થઇ ચૂક્યું છે. અહીં ઇન્ડોનેશિયાથી આવેલા 200 જણા, 30 જણ થાઇલેન્ડ અને 10-15 જણા કિર્ગિસ્તાનનાં છે, જો કે વિદેશથી આવેલા અથવા વિદેશીઓનાં સંપર્કમાં આવેલાઓની સંખ્યા વધારે હોઇ જ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 11:50 AM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK