Coronavirus Scare: હોંશિયારીમાં જાજરૂ ચાટ્યું હવે લાગ્યો કોરોનાનો ચેપ

Published: Mar 26, 2020, 19:35 IST | Gujarati Mid-Day Online Correspondent | California

GayShawnMendes એ તેના સોશ્યલ મીડિયા હેન્ડલનું નામ છે જ્યાં તેણે ગયા શુક્રવારે પોતે ટોયલેટ સીટ ચાટી રહ્યો છે તેવો વીડિયો મૂક્યો હતો અને તે પણ પબ્લિક ટોયલેટમાં

21વર્ષનો લાર્ઝ હાલમાં સારવાર હેઠળ છે.
21વર્ષનો લાર્ઝ હાલમાં સારવાર હેઠળ છે.

લાર્ઝ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને તેણે ગયા વર્ષે ગ્રોસરી સ્ટોરમાં આઇસક્રીમ ચાટીને પછી તેને ટબ ચેલેન્જમાં ફરેવી ગયા વર્ષે ઇન્ટરનેટ પર ભારે વાઇરલ કરી હતી. જો કે આઇસ્ક્રિસ ટબ્ઝ એંઠા કરીને સ્ટોરમાં મૂકવાની તેની આ ચેલેન્જની બહુ ટીકા પણ થઇ હતી.કેલિફોર્નિયાનો સોશ્યલ મિડીયા પ્રેન્કસ્ટર લાર્ઝ 21 વર્ષનો છે તેણે પહેલાં તો જાજરૂની સીટ ચાટતો હોય તેવી પોસ્ટ શેર કરી અને થોડા દિવસ પછી એણે પોતે Covid-19 પૉઝિટીવ છે તેવી પોસ્ટ શેર કરી. તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે.

 જોકે આ વર્ષે કોરોનાવાઇરસનાં કહેરમાં આ સોશ્યલ મીડિયામાં એક તદ્દન નવી ચેલેન્જ પૉપ્યુલર થઇ છે જેમાં ટિકટોકમાં લોકોએ ગમે તેવી ચીજોને ચાટવાનું શરૂ કર્યું અને એમાં ચેલેન્જ સ્ટોર્સમાં મળતી ચીજોથી માંડી ટોયલેટ સીટ સુધી પહોંચી.  તે હાલમાં હૉસ્પિટલ ભેગો થઇ ગયો છે અને તેની પોસ્ટ પણ તેણે શેર કરી છે. બેવરલી હિલ્સથી આ પોસ્ટ લખતાં તેણે પોતે કોરોનાવાઇરસથી ગ્રસ્ત છે તેમ લખ્યું હતું. GayShawnMendes એ તેના સોશ્યલ મીડિયા હેન્ડલનું નામ છે જ્યાં તેણે ગયા શુક્રવારે પોતે ટોયલેટ સીટ ચાટી રહ્યો છે તેવો વીડિયો મૂક્યો હતો અને તે પણ પબ્લિક ટોયલેટમાં. આવા વિચિત્ર વીડિયોને આખી દુનિયામાં લોકોએ વખોડ્યો હતો કે આવી કોરોનાવાઇરસ ચેલેન્જ લેવાની કંઇ જરૂર ન હતી. ટિકટોક પર ચાલી રહેલી ચેલેન્જને કારણે લોકો કંઇપણ ચાટી રહ્યા છે જો કે લાર્ઝને Covid-19 પૉઝિટીવ ટોયલેટ સીટ ચાટવાને લીધે આવ્યો છે કે કેમ તેની કોઇ સ્પષ્ટતા કોઇએ હજી સુધી કરી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK