Peruમાં લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. હકીકતમાં, પેરુમાં કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ નિયમોને તોડવા પર સજા અથવા દંડની જોગવાઈ છે. આ દરમિયાન ત્યાં એક યુવતીએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું છે અને ત્યાં તૈનાત પોલીસે એના પર દંડ ફટકારવાને બદલે કિસ લઈને તેને છોડી દીધો હતો. મામલો દબાઈ પણ જતે, પરંતુ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોના વાઈરલ થવા પર મામલો ધ્યાનમાં આવી ગયો છે. તે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાઈરસના પ્રસારને જોતા યૂરોપ સહિત ઘણા દેશોમાં અત્યારે પણ લૉકડાઉનની જોગવાઈ અકબંધ છે. પેરૂમાં પણ કોરોનાના પ્રસારને જોતા કર્ફ્યૂ ચાલુ છે.
ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર યુવતી અને પોલીસ કર્મચારી કિસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયોમાં યુવતી પોલીસ કર્મચારીના નજીક આવતી જોવા મળી રહી છે, જ્યારે અધિકારી એક નોટપેડ પર કોરોના નિયમોના ઉલ્લંઘનને લઈને જાણકારી લખતા દેખાઈ રહ્યા છે. જોકે થોડા સમય બાદ પોલીસ કર્મચારી અને યુવતી બન્ને એક બીજાને કિસ કરતા નજર આવી રહ્યા છે. આ વીડિયોને એક સ્થાનિક ટીવી ચૅનલે વાઈરલ કરી દીધો છે. ત્યારબાદ રાજધાની લિમામાં મિરાફ્લોરેસ જિલ્લાના મેયરે પોલીસ કર્મચારીએ કહ્યું કે યુવતીએ સામાજિક અંતરના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ તેણે માસ્ક કાઢીને નિયમોની પણ અવગણના કરી છે.
દોસ્તો સાથે દારૂ પીનારા મેયરે ધરપકડથી બચવા માટે મૃત હોવાનું નાટક કર્યું
27th May, 2020 08:02 ISTચૂંટણીપ્રચારમાં કી-ચેઇનની વહેંચણી દરમ્યાન કારની ચાવી જ દાનમાં અપાઈ ગઈ
24th January, 2020 07:49 ISTમહિલાઓને અલગ મેન્યૂ આપતી પેરુની રેસ્ટોરાંને 44 લાખ રૂપિયાનો દંડ
1st November, 2019 10:05 ISTપેરુની કંપનીએ લાકડાનું લૅપટૉપ બનાવ્યું જે 10થી 15 વર્ષ ટકે એવું છે
12th September, 2019 09:05 IST