Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: ધારાવીમાં વધુ બે કેસ પોઝેટીવ

Coronavirus Outbreak: ધારાવીમાં વધુ બે કેસ પોઝેટીવ

04 April, 2020 07:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: ધારાવીમાં વધુ બે કેસ પોઝેટીવ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાં આજે કોરોના વાયરસ (COVID-19)ના વધુ બે નવા પોઝેટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી ધારાવીમાં ચાર કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

30 વર્ષીય મહિલાને શરદી અને ઉધરસના લક્ષણો હતા. શનિવારે તેનો કોરોનાનો રીપોર્ટ પોઝેટિવ આવ્યો છે. મહિલાએ વિદેશમાં કયાય પ્રવાસ પણ નથી કર્યો. તે બલિગા નગરની રહેવાસી છે. બલિગા નગરમાં આ પહેલો કેસ છે.



ધારાવીમાં આજે નોંધાયેલો બીજો કેસ 48 વર્ષના વ્યક્તિનો છે. તે મુકુંદ નગરનો રહેવાસી. તેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને પરીક્ષણ ચાલુ છે.



આ લોકોના સંપર્કમાં આવેલા બધા જ લોકોના કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ કોરોનાના લક્ષણો જે પેશન્ટમાં દેખાશે તેમને ધારાવીના રાજીવ ગાંધી સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં રાખવામાં આવશે.

આ પહેલા ધારાવીમાં 56 વર્ષના વ્યક્તિનોનો કોરોનાનાનો રીપોટ પોઝેટિવ આવ્યો હતો. તેણે નિઝામુદ્દીન મસ્જીદના તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા સભ્યોની મહેમાનગતિ કરી હતી. બાદમાં વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

35 વર્ષના પાલિકાના સફાઈ કર્મચારીનો રીપોર્ટ ગુરૂવારે પોઝેટિવ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK