લૉકડાઉન - 4.0માં ઝોન રાજ્યો નક્કી કરશે

Published: May 18, 2020, 07:47 IST | Agencies | Mumbai

પ્રેક્ષકો વિનાના સ્ટેડિયમ તાલીમ માટે ખોલી શકાશે એના સહિતની અનેક છૂટછાટો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી

મુંબઈ
મુંબઈ

કોરોનાને નાથવા કેન્દ્ર સરકારે દેશભરમાં લૉકડાઉન ૩૧ મે સુધી લંબાવ્યું છે ત્યારે એમાં શું-શું સામેલ થશે અને શું કાળજી લેવાની રહેશે એ માટે ૯ પાનાંની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. મુખ્યત્વે આ લૉકડાઉન દરમિયાન બધાં જ જાહેર સ્થળો બંધ રહેશે. સ્કૂલ, કૉલેજો, લોકલ ટ્રેન, જાહેર સ્થળો, મેટ્રો, રેસ્ટોરાં વગેરે બધું જ ૩૧ મે સુધી બંધ રહેશે. જોકે રેસ્ટોરાં હોમ-ડિલિવરી માટે ખુલ્લી રાખી શકાશે. સ્પોર્ટ્સ સ્ટેડિયમને ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ એમાં પ્રેક્ષકોને આવવા દેવામાં નહીં આવે. ખેલાડીઓ પોતાની ટ્રેઇનિંગ ચાલુ કરી શકશે. રાજ્ય સરકારોને કોરોનાની પરિસ્થિતિ જોઈને રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોન જાહેર કરવાની પરવાનગી અપાઈ છે.

આ ગાઇડલાઇન્સમાં જણાવાયું છે કે આ સમય દરમિયાન કોઈ પણ ડૉમેસ્ટિક કે ઇન્ટરનૅશનલ પૅસેન્જર ફ્લાઇટ નહીં ઊડે, સિવાય કે ઍર ઍમ્બ્યુલન્સ. લોકલ ટ્રેન, મેટ્રો, સ્કૂલ, કૉલેજ, હોટેલ, રેસ્ટરાં, સિનેમા હોલ, મૉલ, સ્વિમિંગ પુલ, જિમ્નેશ્યમ અને અન્ય જાહેર સ્થળો આ દરમિયાન બંધ રહેશે. એ સિવાય કોઈ પણ રાજકીય કે સામાજિક કાર્યક્રમો યોજી નહીં શકાય. દરેક ધર્મનાં પ્રાર્થના ગૃહો બંધ રહેશે.

બે રાજ્યો વચ્ચે વાહનવ્યવ્હાર, પ્રવાસીઓએની હેરફેર બાબતે બન્ને રાજ્યોની સંમતિ હોવી જરૂરી રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનની દુકાનો અને મૉલ સિવાયની દુકાનો તેમને નિર્ધારીત કરાયેલા સમયે ખુલ્લી રહેશે.

કેન્દ્રના હેલ્થ મિનિસ્ટરીએ રવિવારે સવારે કહ્યું હતું કે દેશમાં કોરોનાના કુલ ૯૦,૯૨૭ કેસ થયા છે જેમાં ૨૮૭૨ જણે જીવ ગુમાવ્યો છે.

કોરોના સામેની લડત અંતિમ તબક્કામાં : પાલિકા કમિશનર

ઇકબાલ સિંહ ચહલે લોકોને સફળતા મેળવવા બે મહિના સહયોગ કર્યો એવી જ રીતે હજી થોડા દિવસ ઘરમાં રહેવાની અપીલ કરી

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કોરોનાના હૉટસ્પૉટ બની ગયેલા મુંબઈ વિશે ગઈ કાલે મહત્ત્વની વાત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે ‘આટલા દિવસ ઘરમાં રહ્યા છો તો હજી થોડા દિવસ ઘરમાં જ રહો. કોરોના સામેની અંતિમ તબક્કાની લડતમાં આપણને સફળતા મળશે.’

પાલિકા-કમિશનરે ગઈ કાલે સાયન હૉસ્પિટલની મુલાકાત લઈને અહીંના આઇસીયુ અને કોવિડ-વૉર્ડની ચકાસણી કરવાની સાથે અહીં સારવાર લઈ રહેલા દરદીઓના ખબરઅંતર પૂછ્યા હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘અત્યારે મુંબઈ કોરોનાનું હૉટસ્પૉટ છે. હજી થોડા દિવસ જો લોકો ઘરની બહાર નહીં નીકળે તો સ્થિતિ પર કાબૂ મેળવી શકાશે.’

ઇકબાલ સિંહ ચહલે શહેરની તમામ હૉસ્પિટલમાં જેટલા પણ આઇસીયુ છે એમાં સીસીટીવી કૅમેરાથી કન્ટ્રોલ-રૂમમાંથી નજર રાખવાની સુવિધા ઊભી કરવાનું કહ્યું હતું. શહેરમાં કોરોના-દરદીઓ વધવાની ટકાવારી ૧૪.૫ છે. કેન્દ્ર સરકાર બધા નિયમનું પાલન કરવાની સાથોસાથ ૭ દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો દરદીઓને ડિસ્ચાર્જ આપવાનું શરૂ કરશે એટલે હૉસ્પિટલોમાં અન્ય દરદીઓ માટે બેડ ઉપલબ્ધ થશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ ચુસ્ત પાલન થાય એ માટેના પ્રયાસ થઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK