Coronavirus Outbreak: સ્પેનની પ્રિન્સેસ મારિયાનું કોરોનાથી મોત

Updated: Mar 29, 2020, 14:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોઈપણ શાહી પરિવારમાં કોરોના વાયરસથી થયેલું પહેલું મોત, પ્રિન્સેસ છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા

પ્રિન્સેસ મારિયા ટેરેસાનો ફાઈલ ફોટો
પ્રિન્સેસ મારિયા ટેરેસાનો ફાઈલ ફોટો

સ્પેનની પ્રિન્સેસ મારિયા ટેરેસાનું કોરોના વાયરસ (COVID-19)ને લીધે ગઈકાલે બપોરે એટલે કે શનિવારે મૃત્યુ થયું હતું. કોઈપણ શાહી પરિવારમાં કોરોના વાયરસથી મૃત્યુ થયું હોવાનો આ પહેલો બનાવ છે. પ્રિન્સેસ મારિયા ટેરેસા સ્પેનના રાજા ફિલિપ-IV (King Felipe IV)ની પિતરાઈ અને બૉરબૉન-પાર્માની પ્રિન્સેસ હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિક ડી બોર્બન, ડયુક ઓફ અરેન્જુએઝે ફેસબુક પર જાહેર કર્યું હતું કે, COVID-19ને લીધે પ્રિન્સેસ મારિયા ટેરેસાનું મૃત્યુ થયું છે. ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, કોરોના વાયરસનો ભોગ બનેલી અમારી બહેન મારિયા ટેરેસા આજે બપોરે 86 વર્ષની વયે પેરિસમાં મૃત્યુ પામ્યા છે. પ્રિન્સેસ છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતાં. તેમના અંતિમ સંસ્કાર આવતા શુક્રવારે મૈડ્રિડમાં કરવામાં આવશે.

સ્પેનમાં કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 844 લોકોનું મૃત્યુ થયું છે. રોગની ચપેટમાં આવીને મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને શનિવારે 5928 થઈ હતી. જ્યારે સ્પેનના અધિકારીઓનું કહેવું છે કે, અમારા દેશમાં કોરોના થર્ડ સ્ટેજ પાર કરી ચુક્યો છે એટલે હવે ટુંક સમયમાં કેસમાં ઘટાડો થઈ જશે. આખી દુનિયામાં ઈટલી પછી સ્પેનમાં કોરોના વાયરસથી સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK