ખતરો : ચોવીસ કલાકમાં રેકૉર્ડબ્રેક 6141 પૉઝિટિવ કેસ, 140નાં મોત

Published: May 21, 2020, 09:37 IST | Agencies | New Delhi

કોરોના વાઇરસના એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાનો પહેલો કેસ આવ્યા બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૧૪૧ પૉઝિટિવ કેસ છેલ્લા ૨૪ કલાક નોંધાયા છે. અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ લોકો કોરોના સંક્રમણને કારણે નિધન પામ્યા હતા. અત્યાર સુધી ૫ હજાર કેસ સૌથી વધારે બહાર આવ્યા હતા પરંતુ તે રેકૉર્ડ તૂટતો હોય તેમ હવે ૬૧૪૧ કેસ બહાર આવતા તંત્રમાં ચિંતાની લાગણી સર્જાઈ હતી. કેમ કે લૉકડાઉન-૪માં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે અને વધુમાં વધુ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હોઈ કોરોનાનો ચેપ વધવાની શક્યતા વચ્ચે ૬ હજાર કરતાં વધારે કેસ વહીવટીતંત્ર માટે ખરેખર ચિંતાજનક કહી શકાય, એમ સૂત્રોએ કહ્યું હતું. છેલ્લા ૫-૬ દિવસથી આંકડા જોઈએ તો ૪-૫ હજારની વચ્ચે આવી રહ્યા હતા પણ હવે તો આ આંકડો ૬ હજારને વટાવી ગયો છે ત્યારે કેસ હજુ વધી શકે એવો પણ એક મત વ્યક્ત થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે ૪૨,૨૯૮ લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ સુધરીને ૩૯.૬૨ ટકાએ પહોંચ્યો છે.

દેશભરમાં અત્યાર સુધી કોરોનાથી ૧,૦૬,૪૭૫ લોકો સંક્રમિત થયા છે અને ૩૩૦૨ લોકોનાં મોત થયાં છે. સાથે જ સારવાર બાદ ૪૨,૩૦૯ દરદીઓ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે ૩૭,૧૩૬ સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે. અહીંયા ૯૬૩૯ દરદીઓ સાજા થયા છે. તામિલનાડુ ૧૨,૪૪૮ સંક્રમિતો સાથે બીજા નંબરે છે. જ્યાં ૪૮૯૫ દરદીઓ સાજા થયા છે. ગુજરાતમાં દરદીઓનો આંકડો ૧૨,૧૪૧ થયો છે અને ૫૦૪૩ દરદીઓ સારવાર બાદ સાજા થયા છે.

મંગળવારે સંક્રમણના ૬૧૪૧ કેસ સામે આવ્યા તો ૩૦૩૦ સાજા પણ થયા હતા. આ સંખ્યા એક દિવસમાં સૌથી વધારે છે. આ પહેલાં એક દિવસમાં સૌથી વધારે ૫૦૪૯ દરદી ૧૭ મેના રોજ મળ્યા હતા. ૨૦ મેના રોજ માત્ર મહારાષ્ટ્રમાં ૨૦૭૮ દરદી વધ્યા હતા. રાજ્યમાં સતત ચોથા દિવસે ૨ હજારથી વધારે રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત તામિલનાડુમાં ૬૮૮, દિલ્હીમાં ૫૦૦, ગુજરાતમાં ૩૯૫, રાજસ્થાનમાં ૩૩૮, ઉત્તર પ્રદેશમાં ૩૨૧, મધ્ય પ્રદેશમાં ૨૨૯ દરદી મળ્યા હતા.

કોરોનાની આ સ્પીડના તમામ પાસાઓ પર ભારતની તુલના દુનિયાના બાકીના દેશો સાથે થઈ રહી છે. આમાં એક દેશ બ્રાઝિલ પણ છે. રસપ્રદ વાત એ છે કે સ્થિતિ એક જેવી હોવા છતાં બ્રાઝિલમાં ભારતથી પાંચ ગણા વધારે મોત થયાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK