Coronavirus Outbreak: BMCનાં ડૉક્ટર્સ, નર્સ માટે તાજ હોટલમાં રૂમ ઉપલબ્ધ

Published: 3rd April, 2020 22:48 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

રતન તાતાએ લીધેલું પગલું લોકોએ બહુ વખાણ્યું છે, ગયા અઠવાડિયે તાતા ટ્રસ્ટે ભારતને કોરોના સામેની લડતમાં 500 કરોડની મદદ કરવાની જાહેરાત કરી છે.

રતન તાતા
રતન તાતા

Covid-19નાં દર્દીઓ તથા સરકારી હૉસ્પિટલ્સનાં સ્ટાફને નિઃશુલ્ક ભોજન આપવાની કામગીરી હાથમાં લીધા બાદ હવે તાતા ગ્રુપે સરકારી ડૉક્ટર્સ અને નર્સિઝને પોતાની હોટલ પ્રોપર્ટીઝમાં રૂમની સગવડ આપી છે.  Covid-19 સામે સતત લડી રહેલા અને સેવામાં તૈનાત રહેતા આ કર્મચારીઓ માટે મોકળા હ્રદયે તાજ હોટેલના દરવાજા મોકળા કરાયા છે. તાજ લેન્ડ્ઝ એન્ડ બાન્દ્રા અને તાજ પ્રેસિડન્ટ કોલાબામાં BMCનાં સ્ટાફ માટે રહેવાની સવલત અપાઇ છે. આ છેલ્લા ચાર દિવસથી આપાવામાં આવી રહેલી સવલત છે અને અનિવાર્યતા અનુસાર આ સેવાઓ તેમને પુરી પડાય છે તેમ BMCનાં અધિકારીએ કહ્યું હતું

ગયા અઠવાડિયે તાતા ગ્રૂપનાં ચેરમેન રતન તાતાનાં તાતા ટ્રસ્ટે કોરોના સામેની લડતમાં મેડકલ પ્રોફેશનલની સુરક્ષા માટે રૂ. 500 કરોડનાં સંસાધનો, મોડ્યુલર ટ્રિટમેન્ટ સવલતો તથા આખા દેશમાં જરૂર પ્રમાણે ટેસ્ટિંગ કિટ્સ માટે અપાશે તેવી જાહેરાત કરી હતી.

તાજ ગ્રૂપ ઑફ હોટેલ્સ દ્વારા સલાડ, દાળ, ભાત તથા શાકનાં ફુડ પૅકેટ્સ પણ સ્વાસ્થ્ય કર્મચારીઓને અપાય છે જે સરકારી હૉસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ માટે કામ કરતા હોય. BMCનાં એક અધિકારીએ તાતા ગ્રૂપનાં આ પગલાંને વખાણ્યું હતું અને જણાવ્યું કે BMC તરફથી હોટેલ્સને યાદી મોકલાય છે જેથી જેને જરૂર હોય તેને રૂમમાં જગ્યા મળી શકે. ઘણાં ડૉક્ટર્સ અને નર્સિઝનાં ઘર તેમના કામના વિસ્તારથી દૂર હોય છે અને ત્યારે આ સગવડ તેમને માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK