Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમને બીમારીનાં લક્ષણો હતાં છતાં અમારી પાસે કામ કરાવડાવ્યું

અમને બીમારીનાં લક્ષણો હતાં છતાં અમારી પાસે કામ કરાવડાવ્યું

07 April, 2020 09:56 AM IST | Mumbai
Vinod Kumar Menon

અમને બીમારીનાં લક્ષણો હતાં છતાં અમારી પાસે કામ કરાવડાવ્યું

બીએમસીએ સીલ કરી વૉકહાર્ટ હોસ્પિટલ

બીએમસીએ સીલ કરી વૉકહાર્ટ હોસ્પિટલ


વૉકહાર્ડ હૉસ્પિટલના એક કર્મચારીએ હૉસ્પિટલના સંકુલની અંદર ઝડપથી ફેલાઈ રહેલા વાઇરસ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કુલ બાવન લોકોના સ્ટાફમાં કેરળની ૪૬ નર્સોનો પણ સમાવેશ થાય છે, સમગ્ર સ્ટાફનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

એક નર્સે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘વૉકહાર્ડ હૉસ્પિટલની આશરે ૯૦ ટકા નર્સ કેરળની છે. અમે દરદીની સારવાર કરીએ છીએ અને નર્સોમાં પણ બીમારીનાં લક્ષણો દેખાવા માંડ્યાં છે, જ્યારે અમારા ઉપરીઓએ અમારી ચિંતા પર ધ્યાન ન આપ્યું ત્યારે અમે અમારા સહકર્મીઓનાં હિતમાં અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે.’



કેટલીક નર્સો પહેલા માળના આઇસોલેશન વૉર્ડમાં સેવા બજાવી રહી છે. અહીં કોવિડ-19ના નવ પૉઝિટિવ કેસ દાખલ થયા છે, જેમાં પાંચ દરદી બહારના છે અને ચાર નર્સ છે.


સ્ટાફના એક સભ્યએ જણાવ્યું હતું કે ‘અમે રોજ કોવિડ-19 પૉઝિટિવ દરદીઓના સંપર્કમાં આવીએ છીએ. અમને ખાતરી છે કે અમારો ટેસ્ટ-રિપોર્ટ પણ પૉઝિટિવ આવશે. અત્યારે અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં હૉસ્પિટલ અમને રિપોર્ટ આપતી નથી. સ્ટાફની કેટલીક નર્સોમાં ખાંસી, માથું દુખવું અને તાવનાં લક્ષણો દેખાવા માંડ્યાં છે. તેઓ પૉઝિટિવ નર્સોની સાથે તેમના હોસ્ટેલ-રૂમમાં રહ્યાં હતાં. છતાં તેઓ કામ કરી રહ્યાં છે, જે જોખમી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2020 09:56 AM IST | Mumbai | Vinod Kumar Menon

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK