મુંબઈગરાંઓ જરૂરી ચીજીવસ્તુઓ ખરીદવા બહાર નીકળો ત્યારે આ 14 બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Published: Mar 26, 2020, 18:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ગુરૂવારે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ નાગરિકોની સરળતા માટે કેટલાક નિયમો ટ્વીટ કર્યા હતા

લૉકડાઉન સમયે જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા નીકળેલા મુંબઈગરાં (તસવીર: સૈય્યદ સમીર અબૈદી)
લૉકડાઉન સમયે જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા નીકળેલા મુંબઈગરાં (તસવીર: સૈય્યદ સમીર અબૈદી)

કોરોના વાયરસ (COVID-19)ના વધતા પ્રકોપને લીધે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંપુર્ણ દેશમાં 21 દિવસ લૉકડાઉનની જાહેરાત કરી છે. આ પાર્શ્વભુમિ પર રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે જીવનજરૂરી વસ્તુઓ મળશે અને આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે. છતા લૉકડાઉનના પહેલા દિવસે લોકોમાં અસંમજસતા જોવા મળી હતી. લોકો રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓનો સંગ્રહ કરવા કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર્સ અને સુપર માર્કેટમાં ભીડ કરી હતી અને કોરોના વાયરસ સામે લડવાના સૌથી મહત્વપુર્ણ પગલા 'Social Distancing' ની અવગણના કરી હતી.

એટલે નાગરિકોની સરળતા માટે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ગુરૂવારે કેટલાક નિયમો ટ્વીટ કર્યા હતા.

1. દુકાનદારોએ દુકાનની બહાર લાઈન લગાડાવવી અને એકબીજાથી સુરક્ષિત અંતર જાળવવું

2. કરિયાણું, શાકભાજી દવા લેવા માટે દુકાનની અંદર માત્ર એક જ વ્યક્તિએ જવું.

3. ઘરની બહાર કોઈપણ વસ્તુ લેવા માટે જાઓ ત્યારે વ્યવસ્થિત માસ્ક પહેરીને જ જવું.

4. દુકાનમાંથી વસ્તુ ખરીદતી વખતે અને પૈસા આપતી વખતે દુકાનના સ્ટાફ સાથે ચોક્કસ અંતર જાળવવું.

5. ઘરની બહાર હોવ ત્યારે જરૂર ન હોય તો કોઈપણ વસ્તુને હાથ ન લગાડો.

6. તમે બહાર જાવ ત્યારે પોલીસ રોકે તો એમને સાચું કારણ જણાવો કે તમે શા માટે બહાર રોડ પર નીકળ્યા છો.

7. દુકાનમાં વધુ ભીડ ન જમા થાય અને વાયરસ ફેલાવવાનું રીસ્ક વધે નહીં તે માટે દુકાનદારે વોટ્સએપ પર ઓર્ડર લેવા અને ગ્રાહકોને પિક-અપ ક્યારે કરવું તેનો સમય જણાવી દેવો.

 

8. આવશ્યક સેવાઓમાં કામ કરતા વ્યક્તિઓએ તેમના જરૂરી આઈ કાર્ડ હંમેશા સાથે રાખવા.

9. ડ્રાઈવર, ઘરકામવાળા, વગેરેને પેઈડ લીવ આપવી. કારણકે તેઓ પ્રવાસ કરીને આવશે તો તમને પણ વાયરસનો ચેપ પણ લાગવાની શક્યતા છે.

10. હૉમ ડિલેવરી કરવા આવતી વ્યક્તિથી અંતર જાળવવું. માલને જમીન પર મુકવાની વિનંતી કરીને ડિલેવરી લેવાનો આગ્રહ રાખો.

11. હૉમ ડિલેવરી લીધા બાદ અને બહારથી ખરીદી કરીને ઘરમાં આવ્યા બાદ તાત્કાલિક સાબુથી દબાઈને હાથ ધોવા.

12. શોપિંગ માટે એક બેગ અલગથી રાખો.

13. વાયરસના ચેપથી બચવા માટે સાર્વજનિક વાહનવ્યવહારમાં મુસાફરી કરવાનું ટાળો.

14. જો તમને રોગના લક્ષણો દેખાય તો તમારા પરિવારથી દુર થઈ જાઓ અને હેલ્પલાઈન નંબર પર ફોન કરો.

 

મુખ્યપ્રધાને વિનંતી કરી છે કે આ નિયમોનું પાલન કરો અને સલામત રહો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK