Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરનારા સ્ટુડન્ટ વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ: હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરનારા સ્ટુડન્ટ વિરુદ્ધ ફરિયાદ

25 March, 2020 10:43 AM IST | Mumbai
Agencies

મુંબઈ: હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરનારા સ્ટુડન્ટ વિરુદ્ધ ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે જિલ્લામાં પોતાના મિત્રને મળવા બ્રિટનથી આવેલા ૨૪ વર્ષના યુવક સામે ફરજિયાત હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ આ યુવકને સોમવારે નવી મુંબઈસ્થિત સીવૂડ વિસ્તારના એનઆરઆઇ કૉમ્પ્લેક્સમાં ન જોતાં તેની વિરુદ્ધ પગલાં લીધાં હતાં. આ યુવક થોડા દિવસ પહેલાં જ બ્રિટનથી પાછો આવ્યો હતો અને ફરજિયાત હોમ ક્વૉરન્ટીનમાં રહેવાનો આદેશ હોવા છતાં તે ડોમ્બિવલીમાં પોતાના મિત્રને મળવા ગયો હતો. યુવકની બેદરકારીથી કોવિડ-19નો પ્રસાર વધવાની ભીતિને ધ્યાનમાં રાખતાં નવી મુંબઈ મહાનગરપાલિકાએ એનઆરઆઇ પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે આ યુવકને થાણેમાં ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 10:43 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK