મુંબઈ: ટૉઇલેટ માટે લોકોએ બૅરિકેડ્સ તોડી નાખ્યાં

Published: May 18, 2020, 07:47 IST | Prajakta Kasale | Mumbai

અંધેરીમાં સીલ કરાયેલો ધનગરવાડી વિસ્તાર બીએમસી માટે પડકારજનક

‘કે’-વૉર્ડમાં સ્થાનિકોએ સહેલાઈથી હેરફેર કરી શકાય એ માટે બૅરિકેડ્સ તોડી નાખ્યાં.
‘કે’-વૉર્ડમાં સ્થાનિકોએ સહેલાઈથી હેરફેર કરી શકાય એ માટે બૅરિકેડ્સ તોડી નાખ્યાં.

અંધેરીમાં ગિલ્બર્ટ ટેકરી નજીક સીલ કરાયેલી ધનગરવાડીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારને સ્થાનિકોએ ફરી પૂર્વવત્ કર્યો છે. વિસ્તારની થોડીક જ ગલીઓ સરકાર દ્વારા લેવાયેલા પગલાનો સારો પ્રતિસાદ બતાવે છે, જ્યારે મોટા ભાગની ગલીઓમાં સ્થાનિક લોકોએ શૌચાલય જવા માટે લાંબો માર્ગ લેવો પડતો હોવાથી બૅરિકેડ્સ દૂર કરી દીધાં છે. એનજીઓ દ્વારા કચરો એકઠો કરવામાં પણ સમસ્યા થતી હતી.

જોગેશ્વરી-વેસ્ટથી વિલે પાર્લે-વેસ્ટ સુધીના વિસ્તારોને આવરી લેતા ‘કે’-વેસ્ટ વૉર્ડ સહિત શહેરનાં ઘણાં વૉર્ડ્ના ભીડભાડવાળા વિસ્તારોનું વધુ સારું વ્યવસ્થાપન કરી શકાય એ માટે ઝૂંપડપટ્ટી વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરવાનું નક્કી કરાયું હતું. પોલીસના સહયોગથી બીએમસી દ્વારા સીલ કરાયેલા ૭ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં ૨૦,૦૦૦ની વસ્તી ધરાવતા જુહુ ગલી અને ધનગરવાડીનો સમાવેશ છે. બીએમસીએ છેલ્લે સોમવાર ૧૧ મેથી સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે શુક્રવારે પૂર્ણ થઈ હતી.

લગભગ દરેક ગલી અને એક નાળા પાસેનો ખૂબ સાંકડો ખૂણો બંધ કર્યા પછી શૌચાલય માટે લાંબો રસ્તો લેવો પડતો હોવાથી સ્થાનિક લોકો દ્વારા ઘણાં બૅરિકેડ્સ હટાવાયાં હતાં. બૅરિકેડ્સને કારણે એનજીઓ પણ બે-ત્રણ દિવસથી ગલ્લીઓની મુલાકાત લેતી નહોતી.

સ્થાનિક કૉર્પોરેટર મેહર મોહસીન હૈદરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કે’-વેસ્ટ વૉર્ડના અધિકારીઓએ ગલીઓને સીલ કરતાં પહેલાં કોઈ યોજના તૈયાર કરી નહોતી. સામાન્ય શૌચાલય માટે લાંબો રસ્તો લેતાં ઘણી સ્ત્રીઓ ડરતી હતી.

‘કે’-વેસ્ટ વૉર્ડમાં સીલ કરાયેલા નેરુનગર, વર્સોવા, આનંદનગર, ગાંવદેવી ડુંગરી (ગિલ્બર્ટ હિલ), જુનૈદ નગર-સમતા નગર, જુહુ ગલી અને જુહુ કોલીવાડામાં ૧,૨૧,૭૮૦ જેટલા લોકોની વસ્તી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK