Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આડેધડ ફેંકાતા માસ્ક્સને કારણે સફાઈ-કામદારોને માથે મોટું સંકટ

આડેધડ ફેંકાતા માસ્ક્સને કારણે સફાઈ-કામદારોને માથે મોટું સંકટ

26 March, 2020 11:23 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

આડેધડ ફેંકાતા માસ્ક્સને કારણે સફાઈ-કામદારોને માથે મોટું સંકટ

લૉકડાઉનના નિયમનો ભંગ કરનારને સજા કરતી પોલીસ. તસવીર : સુરેશ કરકેરા.

લૉકડાઉનના નિયમનો ભંગ કરનારને સજા કરતી પોલીસ. તસવીર : સુરેશ કરકેરા.


કોરોના વાઇરસના રોગચાળાને કારણે માસ્ક્સનો વપરાશ ખૂબ વધ્યો છે, પરંતુ વાઇરસથી બચવા માટે પહેરાયેલા માસ્ક્સ કચરા ટોપલી અને ઊકરડામાં ગયા પછી નવું જોખમ ઊભું થાય છે, કારણ કે સફાઈ-કર્મચારીઓ વાઇરસ લોડેડ માસ્ક્સના સંપર્કમાં આવતાં તેમને ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે. અનેક સામાજિક સંસ્થાઓ, નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન્સ (એનજીઓ) વપરાયેલા માસ્ક્સ ખુલ્લામાં નહીં ફેંકવાની અપીલ કરી ચૂક્યા હોવા છતાં હજી કચરાપેટી-ઊકરડામાં સૂકા કચરામાં ફેંકાય છે.

મહાનગરપાલિકાના દરેક વૉર્ડમાં સૂકો કચરો અલગ પાડવાનું સ્થાન હોય છે. દહિસરના કાંદરપાડામાં સૂકો કચરો જુદો પાડવાના સ્થાન પર પાંચ-છ ડમ્પર્સમાંથી ઠલવાતા કચરામાંથી રિસાઇકલેબલ અને નૉન-રિસાઇકલેબલ વસ્તુઓ જુદી પાડવાનું કામ ૮થી ૧૦ સફાઈ-કર્મચારીઓ કરે છે. રિસાઇકલિંગ શક્ય ન હોય એવી વસ્તુઓને ડિસ્પોઝલ માટે મોકલવામાં આવે છે. ગયા અઠવાડિયાથી તે સફાઈ-કર્મચારીઓ પાસે ઢગલાબંધ માસ્ક્સ પણ આવે છે. દહિસરના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરે જણાવ્યું હતું કે છેલ્લા પંદરેક દિવસથી તે સફાઈ-કર્મચારીઓ પાસે વપરાયેલા માસ્ક્સના ઢગલાનું પ્રમાણ વધતું જાય છે. એને કારણે સફાઈ-કર્મચારી માટે અને એના દ્વારા અન્યો માટે જોખમ વધતું જાય છે. આવા માસ્ક્સના નિકાલની નિશ્ચિત પદ્ધતિ છે. એ બાબતની માહિતી શહેરના નાગરિકોને આપવી જોઇએ. અમે આવતા રવિવાર, ૨૯ માર્ચે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લોકોને આવા માસ્ક્સના નિકાલની રીત વિશે માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં નિષ્ણાતો માસ્ક્સના સુરક્ષિત નિકાલનું માર્ગદર્શન આપશે.

આ મુદ્દો મહત્ત્વપૂર્ણ હોવાનું મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના અધિકારીઓ પણ માને છે. આ વિભાગના અધિકારીઓ લોકોને માસ્કને બદલે કાગળ વડે મોઢું ઢાંકવાની અને એ કાગળ ફેંકવાને બદલે પરબિડિયામાં મૂકીને ફેંકવાનો અનુરોધ કરે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આવાં માસ્ક્સ ઉતારતી વખતે કાન પરથી ઇલાસ્ટિક્સ પકડીને ઉતારવા અને કપડાનો સ્પર્શ નહીં કરવાની સૂચના આપે છે. માસ્કને અડ્યા પછી સૅનિટાઇઝર વડે હાથ સાફ કરીને ધોવાની પણ સૂચના ઑર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વપરાયેલા માસ્ક્સ કાગળમાં લપેટીને ફેંકવાની સૂચના આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 11:23 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK