Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં કોરોનાનું વાવાઝોડું : 24 કલાકમાં 2700થી વધુ લોકોનાં મોત

અમેરિકામાં કોરોનાનું વાવાઝોડું : 24 કલાકમાં 2700થી વધુ લોકોનાં મોત

23 April, 2020 10:35 AM IST | Washington
Agencies

અમેરિકામાં કોરોનાનું વાવાઝોડું : 24 કલાકમાં 2700થી વધુ લોકોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં કોરોના વાઇરસનો કેર ચાલુ છે. આ વાઇરસને કારણે દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં યુએસમાં કોરોના વાઇરસને કારણે ૨૭૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે યુ.એસ.માં કોરોના વાઇરસને કારણે ૪૫,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૮,૦૦,૦૦૦ ને વટાવી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ હજાર નવા કોરોના વાઇરસ સંક્રમણનાં કેસ નોંધાયા છે. વળી કોરોના વાઇરસથી દેશમાં આર્થિક મંદીનાં કારણે યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગ્રીનકાર્ડ પર ૬૦ દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર યુ.એસ.માં કોવિડ-૧૯ રોગચાળાના ૮,૦૦,૦૦૦ પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે, જ્યારે ૪૪,૮૪૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવાર અને મંગળવારની વચ્ચે એક જ સમયમાં આશરે ૪૦,૦૦૦ નવા કોરોના કેસ નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાથી વિશ્વના સૌથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે અને અહીં સૌથી વધુ મોત પણ થયાં છે. વિશ્વની મહાસત્તા અમેરિકામાં અત્યાર સુધીમાં ૮,૦૨,૧૫૯ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે ૪૪,૮૪૫ લોકોનાં મોત નીપજ્યાં છે. યુ.એસ.માં ૭૨,૯૮૫ લોકો ઠીક પણ થયા છે. ઇટલી દેશમાં મૃત્યુ પછી સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપિયન દેશ છે, જેમાં અત્યાર સુધીમાં ૨૪,૬૬૮ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧,૮૩,૯૫૭ લોકોને ચેપ લાગ્યો છે.



સેનેટમાં ૪૮૦ અબજ ડૉલરનું રાહત પૅકેજ પાસ


અમેરિકા સેનેટમાં ૪૮૦ અબજ ડૉલરનું ઇમર્જન્સી પૅકેજ મંજૂર કરાયું છે. આ રકમને કોરોના સંકટ દરમ્યાન નુકસાન ઉઠાવી રહેલા નાના વેપારીઓ, હૉસ્પિટલો અને દેશભરમાં થઈ રહેલા ટેસ્ટિંગ પાછળ ખર્ચ કરાશે


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2020 10:35 AM IST | Washington | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK