Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Lockdown 4.0: મુંબઇમાં આ કરવાની છૂટ છે, આની પરવાનગી નથી

Coronavirus Lockdown 4.0: મુંબઇમાં આ કરવાની છૂટ છે, આની પરવાનગી નથી

19 May, 2020 07:57 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Lockdown 4.0: મુંબઇમાં આ કરવાની છૂટ છે, આની પરવાનગી નથી

ગાઇડલાઇન્સ અનુસાર સાંજનાં 7.00 વાગ્યાથી સવારનાં  7.00 વાગ્યા સુધી નાઇટ કરફ્યુનું પાલન કરાશે અને તે બધા જ ઝોનમાં લાગુ કરાશે.

ગાઇડલાઇન્સ અનુસાર સાંજનાં 7.00 વાગ્યાથી સવારનાં 7.00 વાગ્યા સુધી નાઇટ કરફ્યુનું પાલન કરાશે અને તે બધા જ ઝોનમાં લાગુ કરાશે.


કોરોનાવાઇરસનાં કેસિઝનો આંકડો દેશમાં વધતો જાય છે અને કેન્દ્રએ રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉન લંબાવી દીધું છે અને 31મી મે સુધી લૉકડાઉન યથાવત્ છે ત્યારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર કેટલીક બાબતોમાં છુટ અપાઇ છે જ્યારે કેટલીક બાબતો પર હજી પણ પ્રતિબંધ મુકાયો છે. જે વિસ્તારોમાં વાઇરસનું સંક્રમણ ઓછું છે અથવા મર્યાદિત છે ત્યાં અમુક વ્યાપારી પ્રવૃત્તિઓને છૂટ અપાઇ છે કારણકે અર્થતંત્રમાં સંચાર થઇ શકે.

આ માર્ગદર્શિકા કે ગાઇડલાઇન આંતર રાજ્યમાં આવન જાવનની છુટ આપે છે પણ આ અંબે બે રાજ્યો વચ્ચે અને યુનિયન ટેરીટરીઝ વચ્ચે સમજણ સ્પષ્ટ હોવી જરૂરી છે. કોમર્શિયલ એરલાઇન્સ, લૉકલ ટ્રેઇન્સ અને મેટ્રો સર્વિસ હજી પણ બંધ રહેશે. જો કે બસ, ઑટો રિક્ષા અને ટેક્સી સર્વિસીઝને ગ્રીન ઝોનમાં કામ કરવાની પરવાનગી મળી છે.



ગાઇડલાઇન્સ અનુસાર સાંજનાં 7.00 વાગ્યાથી સવારનાં  7.00 વાગ્યા સુધી નાઇટ કરફ્યુનું પાલન કરાશે અને તે બધા જ ઝોનમાં લાગુ કરાશે. પુજા કે બંદગી કરવાની કોઇપણ જગ્યાઓ ખુલશે નહીં અને મોટી સંખ્યામાં લોકો ભેગા નહીં થઇ શકે. 65 વર્ષથી વધુ વય ધરાવતા લોકો, 10થી ઓછી વયનાં બાળકો, સગર્ભા સ્ત્રીઓને બહાર નિકળવાની મનાઇ છે અને આ ત્રણેય ઝોનમાં લાગુ કરાયેલ છે કારણકે આ ત્રણેય વાઇરસનાં સંક્રમણનાં જોખમ હેઠળ આવે છે.


મહારાષ્ટ્ર અને મુંબઇમાં શું ખુલ્લું છે?

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે લોકોને સંબોધતા ગ્રીન વિઝનની વાત કરી અને એવા ઉદ્યોગોને આવકાર્યા જે પ્રદુષણ ન ફેલાવવાનું વચન આપતા હોય અને તેઓ અહીં આવીને કોઇપણ પરવાનગીની માથાકુટમાં પડ્યા વિના જ પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે છે. તેમણે કહ્યુ કે સરકારે 50000 ઉદ્યોગોને ખોલવાની છૂટ આપી છે જેથી અર્થતંત્ર રિવાઇવ થઇ શકે. તેમણે એમ પણ કહ્યું કે ગ્રીન ઝોન્સમાં ધીમે ધીમે જાહેર જનતાને પણ છૂટ અપાશે. ઉદ્ધવ ઠાકરેએ ભાર મુક્યો કે આ તબક્કે રેડ ઝોન્સમાં કોઇપણ પ્રકારની છૂટ આપવી સલાહપ્રદ નથી.


મુંબઇમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હજી પણ સસ્પેન્ડેડ

રેડ ઝોનમાં ટેક્સી, રિક્ષા અને કૅબ્ઝ સર્વિસીઝ ચાલુ નહીં રહે. MMRનાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જેમાં મુંબઇ, થાણે, નવી મુંબઇનો સમાવેશ છે તે બધાં જ રેડ ઝોન્સમાં છે. મેટ્રો સર્વિસ પણ લૉકડાઉન 4.0માં બંધ જ રહેશે અને BESTની બસીઝ ડૉક્ટર્સ, નર્સિઝ, BMC વર્કર્સ વગેરેને લાવવા લઇ જવાનું કામ કરશે. ફોર વ્હિલર્સ અને ટુ વ્હિલર્સ કન્ટેઇનમેન્ટ ઝોન્સમાં પ્રતિબંધિત છે અને રેડ ઝોન્સમાં માત્ર એસેન્શિયલ વર્કર્સ જ આવ જા કરી શકશે.

મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંઘે ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યુ કે જે હિસ્સાઓમાં રેડ ઝોન છે ત્યાં લોકો જો પરવાનગી વિના બહાર હશે તો તેમની સામે પગલાં લેવાશે.

31મી મે સુધી કઇ ઝોનમાં શું થઇ શકશે તેનું વર્ગીકરણ અહીં જણાવ્યું છે.

Annexure

મુંબઇમાં શું થઇ શકશે?

ચીજોની આપ-લે

અનિવાર્ય ચીજોની દુકાનો

મેડિકલ ઇમર્જન્સી માટે આવન-જાવન

રેસ્ટોરન્ટ્સની હોમ ડિલિવરી

ઇ કોમર્સ એસેન્શિયલ ગુડ્ઝ

બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસ પણ કન્ટામિનેટેડ ઝોન્સમાં પ્રતિબંધ

 

મુંબઇમાં શાની પરવાનગી નથી

સિનેમા હોલ્સ, શોપિંગ મોલ, જીમ્સ, સ્વિમિંગપૂલ બંધ રખાશે

હોટલ્સ અને અન્ય હોસ્પિટાલિટી સર્વિસિઝ બંધ રખાશે

મુંબઇનાં સબર્બન રેલવે બંધ

એર ટ્રાવેલ બંધ

સ્પા, સલુન અને હજામની દુકાનો

જિલ્લાઓમાં બસોની આવન-જાવન

પુજા-બંદગીનાં સ્થળો અને મોટા સમારોહ

ટેક્સી, કૅબ, રિક્ષા બંધ

પ્રાઇવેટ ઑફિસિઝ જે રેડ અને કન્ટામિનેટેડ ઝોન્સમાં છે તે બંધ રહેશે

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 07:57 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK