ગુજરાતમાં કૂલ 9 રેડ ઝોન્સ છે, 19 ઓરેન્જ ઝોન્સ છે તથા 5 ગ્રીન ઝોન્સ છે. અત્યાર સુધી ગુજરાતમાં કૂલ 4395 કન્ફર્મ્ડ કેસિઝ આવ્યા છે અને સાજા થયેલાનો કૂલ આંકડો 613 તથા મૃત્યુ આંક 214 પર પહોંચ્યો છે. એક સમયે ગુજરાતમાં જે રીતે કેસિઝ વધતા હતા તે જોતાં તે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે સૌથી વધુ કેસિઝ ધરાવતું રાજ્ય બન્યું. મુંબઇ દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ, બેંગાલુરુ, અમદાવાદ અને પુનાને રેડ ઝોન જાહેર કરાયા છે. કોઇપણ જિલ્લો ત્યારે જ ગ્રીન ઝોનમાં આવશે જ્યારે છેલ્લા 21 દિવસમાં ત્યાં કોરોના વાઇરસનો કોઇપણ પૉઝિટીવ કેસ ન નોંધાયો હોય.
રેડ ઝોન એટલે એવો વિસ્તાર જ્યાં કોરોનાનાં સૌથી વધુ કેસ આવ્યા હોય. ઓરેન્જ ઝોન એટલે કે જ્યાં 14 દિવસથી એકપણ નવો કેસ નથી આવ્યો અને 21 દિવસથી કોરોના મુક્ત હોય તે જિલ્લો ગ્રીન ઝોનમાં આવે છે.
અમદાવાદ
સુરત
વડોદરા
આણંદ
બનાસકાંઠા
પંચમહાલ
ભાવનગર
ગાંધીનગર
અરવલ્લી
રાજકોટ
ભરૂચ
બોટાદ
નર્મદા
છોટાઉદેપુર
મહિસાગર
મહેસાણા
પાટણ
ખેડા
વલસાડ
દાહોદ
કચ્છ
નવસારી
ગીરસોમનાથ
ડાંગ
સાબકાંઠા
તાપી
જામનગર
સુરેન્દ્રનગર
મોરબી
અમરેલી
પોરબંદર
જુનાગઢ
દેવભૂમી દ્વારકા
કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં જમાલપુર, સરસપુર, ગોમતીપુર, અસારવા, દરિયાપુર, ખાડિયા સહિતના 9 વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયા છે. જુના તથા નવા અમદાવાદ વચ્ચે લોકો અવરજવર ન કરે તે પોલીસે હૂકમથી તે બંધ કરાવી દીધી છે. બે વિસ્તારોને જોડતા નહેરુબ્રિજ, ગાંધીબ્રિજ અને દધિચીબ્રિજ બંધ કરી દીધાં છે. બાકીના સુભાષબ્રિજ, જમાલપુરબ્રિજ, એલિસબ્રિજ, આંબેડકરબ્રિજ પર બંને છેડે પોલીસનો કડક જાપ્તો રખાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરની જાહેરાત અનુસાર કોઇપણ વ્યક્તિ આવશ્યક સેવાઓ અને ઇમર્જન્સી સિવાયનાં સંજોગોમાં રેડ ઓરેન્જ ઝોનમાંથી આવ જા નહીં કરી શકે.
અમિત શાહે પતંગ કાપી, તેમની પતંગ કપાઈ પણ
15th January, 2021 16:00 ISTકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી
14th January, 2021 20:17 ISTગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન
9th January, 2021 10:14 ISTGST Fake Bill Scam: ગુજરાતમાં જીએસટી બનાવટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો
8th January, 2021 17:54 IST