ઝારખંડમાં માસ્ક વિના નીકળ્યા તો એક લાખનો દંડ, બે વર્ષની કેદ થશે
માસ્ક
ઝારખંડમાં કોરોના નિયમોની અવગણના અને માસ્ક ન પહેરવા પર ૧ લાખ રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલ થઈ શકે છે. ઝારખંડના મંત્રીમંડળે ગઈ કાલ ગુરુવારે ચેપી રોગો અધ્યાદેશ ૨૦૨૦ પસાર કર્યો. એમાં કહેવામાં આવ્યું છે કે સિક્યૉરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનારા અને માસ્ક નહીં પહેરનારાઓને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો : રાજસ્થાન સંકટ : હાઈ કોર્ટના આદેશ પર સ્ટેની સુપ્રીમની ના
ADVERTISEMENT
આ સાથે, જે કોઈ નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા નવા નિયમ હેઠળ માસ્ક પહેરતા નથી તો તેને બે વર્ષ જેલમાં પણ રહેવું પડી શકે છે. જોકે, ગઈ કાલે ઉલ્લંઘન કરનારાઓને રોકવા માટે રસ્તાઓ પર કોઈ ચેકિંગ જોવા મળ્યું નથી. રાજધાની રાંચીના રસ્તા પર ઘણા લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.